Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

રાજકોટની આકાંક્ષા ગોંડલીયા દ્વારા નારી સશકિતકરણ વિષયક અદભુત પ્રવચન

જામનગર  તા.૧૪ : આજે સ્ત્રી સમાજનું એક અભિન્ન અંગ હોવા છતાં પણ તે હંમેશા સમાજના દુષણોનો ભોગ બનતી રહી છે- ભૃણહત્યા, દહેજ, અસામાજિક તત્વો દ્વારા છેડછાડ અને બળાત્કાર જેવા દ્યણા દુષણો સામે આજે પણ દરેક દીકરી, બેન, વહુ, પત્ની કે માતા અવારનવાર બાથ ભીડતીજ રહી છે.  હજુ પણ આવા દુષ્ટકૃત્યો  આપણા ભદ્ર સમાજમાં જોવા મળતા હોય છે. આજ અનુસંધાને હાલમાં ગુજરાત રાજયનાં મુખ્ય મંત્રીશ્રી દ્રારા પણ નારી સશકિતકરણનાં વિષય પર ચિંતા  વ્યકત કરેલ હતી. કે, દીકરી ઓનો જન્મદર સતત ઘટી રહયો છે. આ બાબતમાં લોકોમાં જાગૃતતા  આવે તેવી આશા વ્યકત કરેલ હતી. તાજેતરમાં આજ બાબતોને આવરી લઇ ગોંડલીયા આંકાક્ષા એ રાજકોટ ખાતે નારી શકિતની સ્પીચ આપેલ હતી. જેનો સોશીયલ મિડીયામાં બહોળો પ્રતિસાદ મળયો હતો. ઇલેકટ્રોનીક મિડીયા દ્રારા પણ તેમની વિશેષ મુલાકાત લીધી હતી. આકાક્ષાં ગોંડલીયા રાષ્ટ્ર નિમાર્ણ, સ્વચ્છતા અભિયાન, જેવા અલગ-અલગ વિષયો પર વકતવ્ય આપેલ છે. આંકાક્ષાં એ સોશિયલ  મિડીયાનાં માધ્યમથી વકતૃત્વ કળામાં મહારથ હાંસીલ કરી છે. તેઓ ગુજરાતી માધ્યમમાં ધોરણ- ૧૦માં અભ્યાસ કરેછે. નાનપણથીજ વકતૃત્વનાં ક્ષેત્રમાં આગળ વધવાની ઇચ્છા ધરાવેછે. આકાંક્ષા એ શાળાનાં વિવિધ વકતૃત્વ ક્રાયક્રમોમાં શ્રી સ્વામી વિવેકાનંદ આશ્રમ રાજકોટ ખાતે અને સમાજનાં વિવિધ કાર્યક્રમોમાં સ્પીચ આપેલ છે. નાનપણથીજ વકતૃત્વ આપવાની શરૂઆત કરી હતી, તેઓ આગળ જતા આંકાક્ષા ગોંડલીયા સરકારશ્રીનાં સ્ત્રી સશકિતકરણનાં કાર્યમાં સહભાગી બનવાની ઇવ્છા ધરાવે છે. આજ લક્ષ સમાજમાં દરેકનાં હૃદય પ્રસ્થાપીત થાય તો આપણા ગુજરાતનું આપણે રૂણ અદા કરી શકીએ.

આકાંક્ષા ગોંડલીયા રાજકોટમાં ગુજરાતી માધ્યમમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરેછે. નાનપણથીજ વકતૃત્વનાં ક્ષેત્રમાં આગળ વધવાની ખુબજ ઇચ્છા ધરાવેછે. આકાંક્ષા એ શાળાનાં વિવિધ વકતૃત્વ કાર્યક્રમોમાં ભાગ લીધેલ છે. તેમાં શ્રી સ્વામી વિવેકાનંદ આશ્રમ રાજકોટ ખાતે તથા તાજેતરમાં રાજકોટ મહાનગર પાલિકા તથા જિલ્લા પંચાયત રાજકોટનાં સંયુકત ઉપક્રમે કાર્યક્રમમાં સ્પીચ આપેલ છે. તેમજ સમાજનાં વિવિધ ક્રાયક્રમોમાં  સ્પીચ આપેલ છે.

પહેલા તો મારા મોટીવેશનલ ગુરૂ જો કોઇ હોય તો મારા માતા-પિતા, મારી શાળાનાં શિક્ષકો દ્રારા પણ માર્ગદર્શન પુરુ પાડવામાં હતુ અને વધુમાં સોશિયલ મીડીયાનાં માધ્યમથી અનેક પ્રખર વકતાઓની સ્પીચ સાંભળીને વકતૃત્વ કળાનો અભ્યાસ કરેલ છે.

નારી શકિત સ્પીચ પસંદ કરવા પાછળનું કારણ હાલનાં સમયમાં લીંગ ભેદભાવ, સ્ત્રી ભુણ હત્યા જેવા  દુષ્ટકૃત્યો  હજુ પણ આ ભદ્ર સમાજમાં જોવા મળે છે. સ્ત્રીઓની સતામણી કરવાનાં કિસ્સાઓમાં વ્યાપક વધારો થયો છે. જે અશોભનીય છે. આવા દુષ્ણોની સંખ્યા ઘટવાનાં બદલે તેનો આંક દિન પ્રતિદિન વધતો જોવા મળે છે. જે આપણી ભારતિય સંસ્કૃતીનું અપમાન છે. આવા કાર્યો અટકવામાં હુ સહભાગી બનું તેમજ સમાજમાં આ વિષય પર જાગ્રૃતતા લાવવા આ નારિ શકિત સ્પીચ પસંદ કરેલ છે. તેમ આંકાક્ષા ગોંડલીયાએ જણાવ્યુ હતુ.

જેવુ વિચારો તે કરી શકો છેા માટે હકારાત્મક અભિગમ ખુબજ જરૂરી છે. હાલ યુવાનો એ સોશિયલ મીડીયાનો સદઉપયોગ આપણા દેશનાં વિકાસનાં કાર્યોમાં કરવો જોઇએ આપણા મા.વડાપ્રધાનશ્રી, મા.મુખ્યમંત્રીશ્રી પોતાના જીવનનું એકજ લક્ષ બનાવ્યુ છે. ભારત દેશનો વિકાસ આપણે તેનાં લક્ષને સાકાર કરવા મદદ ન કરી શકીએ? આપણે યુવાનો રાષ્ટ્ર નિર્માણનાં વિધાતા છે તેમ અંતમાં આકાંક્ષા ગોંડલીયાએ જણાવ્યુ હતુ.

(3:52 pm IST)
  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • તાતા સન્સના ચેરમેન શ્રી ચંદ્રશેખરનને દર વર્ષે રૂ. ૬૫.૬૬ કરોડનો વાર્ષિક પગાર મળે છે. મહિને લગભગ સાડા પાંચ કરોડ તેઓ મેળવે છે. access_time 12:06 am IST

  • અયોધ્યા કેસ મુદે સુપ્રિમમા સુનાવણી ચાલુ : બાબરના આદેશથી રામમંદિર તોડી પડાયાના પુરાવા છે? સુપ્રિમનો સવાલ : ૫ ઓગષ્ટથી શરૂ થયેલી આ સુનાવણીનો આજે ૬ઠો દિવસ છેઃ ગઇકાલની સુનાવણીમાં રામલલ્લા પક્ષના વકીલે તેમની દલીલો રાખી આજે પણ તેઓ જ તેમની વાત પર આગળ વધી રહયા છેઃ આ દરમિયાન કોર્ટે એકવાર ફરી રામલલ્લા પક્ષ પાસેથી જન્મભૂમિ પર કબ્જાના પુરાવા માંગ્યા હતા access_time 1:13 pm IST