Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

'ઓશો' જેવી વ્યકિત પારલૌકિક ગ્રહ ઉપરથી પૃથ્વી પર વિચરણ કરવા આવે છે

'ઓશો' જેવી વ્યકિત આજ સુધી થઈ નથી. એક આદર્શ વ્યકિતમાં આપ જે જોવા ઈચ્છતા હો તે બધુ જ 'ઓશો'માં આપ જોઈ શકો છો. તેમનામાં બધુ જ છે. એક સફળ વકતા, આધ્યાત્મિક ગુરૂ, દાર્શનિક, સંબુદ્ધ રહસ્યદર્શી... તેમણે જે જીવનશૈલી આપણને આપી છે, તેમાં બધુ જ સમાયેલુ છે. આવા વ્યકિત પૃથ્વી સિવાયના બીજા કોઈ ગ્રહમાંથી પૃથ્વી ઉપર વિચરણ કરવા માટે જ આવે છે. મને નથી લાગતુ આવો માનવ ફરી પેદા થાય. ઓશોની સૌથી મોટી ખ્ૂબી એ છે કે તેમની વાણી અને તેમનું વ્યકિતત્વ, બંનેની એકરૂપતા સામેની વ્યકિતને ચુંબકની જેમ પોતાની તરફ ખેંચી લ્યે છે.

- અનુરાધા પ્રસાદ

(ચેરપર્સન અને એડીટર ઈન ચીફ ન્યુઝ ૨૪)

(3:51 pm IST)