Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

વોર્ડ નં.૮માં વિવિધ વિકાસ કામોનો પ્રારંભઃ નીતીન ભારદ્વાજના હસ્તે ખાતમુર્હુત

મ્યુ.કોર્પોરેશન દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે : નાનામવા રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રના પ્રથમ માળનું, રૈયા રોડ પર પેવિંગ બ્લોક તથા સોજીત્રાનગર ખાતે નવનિર્માણ પામનાર વોર્ડ ઓફીસનું ભૂમિ પૂજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ સ્વાતંત્ર્ય પર્વ ૨૦૧૯ની ઉજવણીના ભાગરૂપે વોર્ડ નં.૦૮ નાનામવા રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રના પ્રથમ માળનું, રૈયા રોડ આમ્રપાલી ફાટકથી હનુમાન મઢી સુધીના રોડ પર પેવિંગ બ્લોક તથા સોજીત્રાનગર ખાતે નવનિર્માણ પામનાર વોર્ડ ઓફિસનું ખાતમુહૂર્ત પ્રદેશ ભાજપ અગ્રણી માન.નીતિનભાઈ ભારદ્વાજના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૦૮માં નાનામવા મેઈન રોડ પર આવેલ આરોગ્ય કેન્દ્રમાં નવો ફર્સ્ટ ફલોર બનાવવામાં આવશે. તેમાં ૨૫૯ ચો.મી. બાંધકામ થશે, જેમાં મેડીકલ ઓફિસર રૂમ, ફાર્મસી જનરલ સ્ટોર, ટોઇલેટ વિગેરેનું બાંધકામ થશે. જયારે વોર્ડ નં.૦૮માં રૈયા રોડ હનુમાન મઢી થી આમ્રપાલી ફાટક સુધી ફૂટપાથ રીપેરીંગ તથા સાઈડમાં પેવિંગ બ્લોક લગાડવામાં આવશે તથા વિવિધ સર્વિસ લાઈનો માટે ડકટ તરીકે પાઈપલાઈન નાખવામાં આવશે તથા સોજીત્રાનગર મેઈન રોડ પર હૈયાત વોર્ડ ઓફીસ ડીસમેન્ટલિંગ કરી ગ્રાઉન્ડફલોર તથા ફર્સ્ટ ફલોરનું નવું બાંધકામ કરવામાં આવશે. ગ્રાઉન્ડફલોર પર ૨-રૂમ, ટોઇલેટ, મલ્ટીપરપઝ હોલ, ફર્સ્ટ ફલોર પર ૨-રૂમ ટોઇલેટ તથા મલ્ટીપરપઝ કોલ બનાવવામાં આવશે. ઉકત કામોથી વિસ્તારવાસીઓને વધુ સારી સુવિધા મળી રહેશે.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, રદ્યુભાઈ ધોળકિયા, કોર્પોરેટર વોર્ડ નં.૦૮ રાજુભાઈ અદ્યેરા, જાગૃતિબેન દ્યાડીયા, વિજયાબેન વાછાણી, ભાજપ અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા, વશરામભાઈ તંતી, જયંતભાઈ ધોળકિયા, પ્રભારી વોર્ડ નં.૦૮ નીતિનભાઈ ભૂત, પ્રમુખ વી.એમ.પટેલ, મહામંત્રી કાથડભાઈ ડાંગર, રમેશભાઈ ચાવડીયા, વોર્ડ નં.૦૮નાં પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ વોરા, કુમારીલભાઈ ભટ્ટ તેમજ વિસ્તારના અગ્રણીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:43 pm IST)
  • ભારત-પાક જવાનો આજે મિઠાઇની આપ-લે નહિ કરે : આજે પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ નિમિતે અટારી-વાઘા સરહદે બોર્ડર સીકયોરીટી ફોર્સ અને પાકિસ્તાની રેન્જર વચ્ચે મીઠાઇઓની કોઇ આપ-લે નહિ થાય access_time 3:27 pm IST

  • પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલી તથા શ્રી નરેન્દ્ર મોદીને ભાઈ ગણતી મહિલા કમર મોહસીન હસન રાખડી બાંધવા દિલ્હી પહોંચી : છેલ્લા 24 વર્ષથી રાખડી બાંધવાનો ક્રમ ચાલુ છે access_time 12:40 pm IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST