Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ સાથે ગેસ કનેકશનનું વિતરણ

રાજકોટ : સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ નંદ ગોપાલ ભરત ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં કનેકશનની સાથે ભારત માતાના ધ્વજ આપીને રાષ્ટ્રની ભાવનાથી અભિભૂત કરવામાં આવેલ છે. સ્વાતંત્ર્ય સેનાની મનુભાઈ વિઠલાણીના હસ્તે રાષ્ટ્રધ્વજ સાથે ગેસ કનેકશન આપવામાં આવ્યા હતા. આ તકે અશ્વિનભાઈ વિઠલાણી, ગોપાલભાઈ, વિનોદભાઈ રાજાણી, કુંજેશભાઈ તથા સ્ટાફના યોગેશભાઈ રાઠોડ, અંકુર વસોયા, કરણ બોરીચા તથા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:40 pm IST)
  • મોદી સરકારને રાહત : જુલાઇમાં ૧.૦૮ ટકા મોંઘવારી દર રહ્યો access_time 1:14 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST