Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ભાજપની દાદાગીરી વિરૂધ્ધ કોંગ્રેસ આક્રમકઃ રપની અટકાયત

ગઇકાલે જનરલ બોર્ડમાંથી કોંગ્રેસના કોર્પોરેટરોને હાંકી કાઢવાનો જબ્બરો વિરોધ : આજે સવારે કોર્પોરેશન કચેરીએ શહેર પ્રમુખ અશોક ડાંગર-વિપક્ષી નેતા વશરામ સાગઠીયા-પ્રદેશ મહીલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં ધરણા-રામધુન અને ઉપવાસ આંદોલનઃ પોલીસે ટીંગાટોળી કરી ઉપવાસીઓની અટકાયત કરી

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનનાં ગઇકાલે યોજાયેલ જનરલ બોર્ડમાંથી વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટરોએ શહેરમાં પાણી ભરાવાનો પ્રશ્ન ઉઠાવતાં તમામ કોંગી કોર્પોરેટરોને મેયર બીનાબેન આચાર્યએ સભાગૃહમાંથી બહાર કાઢી મુકતા આ બાબતનો વિરોધ દર્શાવવા વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ઉપનેતા મનસુખ કાલરીયા સહીતનાં કોંગી કોર્પોરેટરોએ આજે મ્યુ. કોર્પોરેશન કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. ત્યારે પોલીસે સ્થળ પરથી ઉપવાસી કોર્પોરેટરોની ટીંગાટોળી કરી અને અટકાયત કરી હતી તે વખતની તસ્વીરો. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૩: ગઇકાલે મ્યુ. કોર્પોરેશનનાં જનરલ બોર્ડમાંથી કોંગ્રેસના તમામ કોર્પોરેટરોને મેયર બીનાબેન આચાર્યએ બહાર કાઢતા તેનો વિરોધ દર્શાવવા આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા, પ્રદેશ મહીલા કોંગ્રેસ અધ્યક્ષ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાની આગેવાની તળે કોંગી કોર્પોરેટરોએ મ્યુ. કોર્પોરેશનની ઢેબર રોડ સ્થિત મુખ્ય કચેરીમાં ભાજપે દાદાગીરી કરી હોવાનાં આક્ષેપો સાથે ધરણા-સુત્રોચ્ચાર અને ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. જેની ગણતરીની મીનીટોમાં જ પોલીસે તમામ ર૪ જેટલા ઉપવાસી કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.

સવારે ૧૧ વાગ્યે કોંગી આગેવાનોએ શાસક પક્ષ ભાજપ વિરૂધ્ધ આક્રમક સુત્રોચ્ચારો સાથે ઉપવાસ આંદોલન શરૂ કરતાની સાથે જ બંદોબસ્તમાં રહેલ પોલીસે અટકાયતનો દોર શરૂ કર્યો હતો અને કેટલાક કોર્પોરેટરોને ટીંગાટોળી કરીને પોલીસ વેનમાં પુરવામાં આવ્યા હતા. ત્યારે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા.

ર૪ ની અટકાયત બાદ મુકિત

દરમિયાન પોલીસે આ અટકાયત અંગે સતાવાર જાહેર કરેલ વિગતો મુજબ રાજકોટ શહેર મહાનગર  પાલીકા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા પ્રો-મોન્સુનની કામગીરી અંગેની કામગીરી અંગેનો કોંગ્રેસ દ્વારા ધારણા કાર્યક્રમ કોઇ પણ જાતની મંજુરી વગર યોજવામાં આવતા અને વિરોધ પ્રદર્શન કરતા આ કોંગ્રેસના કાર્યકરો (૧) અશોકભાઇ માણસુરભાઇ ડાંગર (ર) વશરામભાઇ આલાભાઇ સાગઠીયા (૩) મહેશભાઇ કલ્યાણજીભાઇ રાજપુત (૪) નીલેશભાઇ રાવતભાઇ મારૂ (પ) ઘનશ્યામસિંહ નટુભા જાડેજા (૬) રમેશભાઇ માનસીંગ તલાટીયા (૭) રવજીભાઇ ચનાભાઇ ખીમસુરીયા (૮) કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (૯) સંજયભાઇ ધીરજભાઇ અજુડીયા (૧૦) દીલીપભાઇ ચંદુલાલ આસવાણી (૧૧) અતુલભાઇ રસીકભાઇ રાજાણી (૧ર) સુરેશભાઇ ધાનાભાઇ ગરૈયા (૧૩) હરૂનભાઇ ઇશાભાઇ ડાકોરા (૧૪) યુનુસભાઇ હાજીભાઇ જુણેજા (૧પ) બીપીનભાઇ જયશંકરભાઇ દવે (૧૬) હરેશભાઇ કોડુમલ વાસદેવાણી તથા મહીલા કાર્યકરો (૧) ગાયત્રીબા અશોકસિ઼હ વાઘેલા (ર) પારૂલબેન વાસુરભાઇ ડેર (૩) જાગૃતીબેન પરબતભાઇ ડાંગર (૪) રેખાબેન ઠાકરશીભાઇ ગજેરા (પ) રીટાબેન સંજયભાઇ વડેચા (૬) સીમીબેન અનીલભાઇ જાદવ (૭) જયાબેન જેન્તીભાઇ ટાંક (૮) મીતલબેન ગાડારા (૯) બીલ્ખીસબેન વગેરે જાળવવા તમામને કલાક ૧ર વાગ્યે જીપીએકટ કલમ ૬૮ મુજબ અટક કરવામાં આવેલ હતો તેઓને હાલ એ ડીવી. પો. સ્ટે. રાખવામાં આવેલ હતા. સ્ટેશન ડાયરીમાં નોંધ બાદ તમામને મુકત કરાયા હતા.

ભાજપે લોકશાહીનું ચીરહરણ કર્યુ

કોંગી આગેવાનોએ આ તકે જણાવેલ કે  રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જે તા.૧/૪/૨૦૧૯ થી ૧/૬/૨૦૧૯ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી કરવાની હતી તે કામગીરી કરવામાં આવેલ  નથી તેમજ આ કામગીરી માત્ર ને માત્ર કાગળ ઉપર જ થઇ હોવાનું સ્પષ્ટપણે જણાય છે અને તેની પાછળ ૨-૩ કરોડ રૂપિયા જેવો ખર્ચ કર્યો હોવા છતાં પ્રજાને અંતે તો હાલાકી વેઠવી જ પડી પ્રજા ખુબજ હેરાન પરેશાન થતી હોય અને રોગચાળો વકરી રહ્યો હોય ત્યારે મનપાનું તંત્ર કાગળિયાં ઉપર કામગીરી કરતી હોવાનું નાટક કરી રહ્યું છે તેમજ લોકો હાલની પરિસ્થિતિ થી તદ્દન વાકેફ છે તેમજ લોકોને આજદિન સુધી મનપાના તંત્ર દ્વારા પુરો વેરો ભરતા હોવા છતાં તમામ સુવિધાઓ મળતી નથી અને શાસક પક્ષ ભાજપના નેતાઓ મેયર, ચેરમેન, અને કોર્પોરેટરો સફળ પ્રસિધ્ધીમાંથી સમય નથી મળતો મનપાની તમામ સેવાઓ આ સદનમાં પૂર્ણ કરવામાં આવે છે? તેવો પ્રજાનો જન આક્રોશ છે અને લોકોના ઘરમાંથી ચાર ચાર ફૂટ સુધી ભરાયેલા વરસાદી પાણી તેમજ આ પાણીમાં ભળેલું ગંદુ ગટરનું પાણી તેમજ રોડ ઉપરનો કચરો અને અન્ય દ્યણી બધી વસ્તુઓ લોકોના દ્યરમાં આવવા લાગેલ છે ત્યારે લોકોને મનપા ઉપર ભરોસો હોવા છતાં આ એકમાત્ર સેવા પણ જો તંત્ર પૂર્ણ કરી કરતુું ના હોય તો વેરો લેવાનું બંધ કરવું જોઈએ અને પ્રજાને તમામ સેવાઓ ફ્રીમાં આપવી જોઈએ તેથી અમારી માંગણી હતી અને કોર્પોરેશનના બોર્ડ માં પહેલા લોકોને હાલની સમસ્યાની ચર્ચા થવી જોઈએ જેવી કે ગટરના પાણી દ્યરમાં દ્યુસવા, વરસાદી પાણી ચારેય તરફ ભરાઈ જવા, રોડ રસ્તામાં ખાડા પાડવા, સેલરના પાણી રોડ ઉપરજ ખુલ્લા છોડવા, જેવા ખુબ જ અગત્યની માંગણી કરવાની હોય ત્યારે રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા પ્રજાના પ્રશ્નો ઉઠાવતા મેયર દ્વારા લોકશાહીનું  ચીરહરણ કરી કોંગી કોર્પોરેશનને બહાર કાઢ્યા જેના વિરુદ્ઘમાં આ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

(3:37 pm IST)
  • દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST

  • હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ પ્રધાન અનિલ શર્માને ભાજપમાંથી તગેડી મૂક્યા access_time 12:04 am IST

  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST