Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

બિમારીથી કંટાળી કોઠારીયા રોડ હુડકોના અશોકભાઇએ ઝેર પીધું

રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ પર કેદારનાથના ગેઇટ નજીક ન્યુ સાગર પાસે   હુડકોમાં રહેતાં અશોકભાઇ બાબુભાઇ ભટ્ટી (ઉ.૬૦) નામના રજપૂત વૃધ્ધે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં   ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી.

અશોકભાઇ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં બે પુત્ર છે. કિડનીની અને હૃદયની બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું સ્વજને જણાવ્યું હતું.

લક્ષ્મીનગરના અજયએ  બ્લેડના કાપા માર્યા

લક્ષ્મીનગર નાલા પાસે રહેતાં અજય અશોકભાઇ સુબાડીયા (ઉ.૨૦) નામના યુવાને રાતે ફૂલછાબ ચોકમાં પોતાના હાથ પર બ્લેડથી કાપા મારી લેતાં ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે પોલીસ નિવેદન નોંધે એ પહેલા હોસ્પિટલમાંથી નીકળી ગયો હતો.

એકલવાયા જીવનથી કંટાળી સર્વેશ્વર ચોકમાં રમેશભાઇએ ઝેર પીધુ

 ત્રિકોણબાગ પાસે રહેતાં રમેશભાઇ સવજીભાઇ કંટારીયા (ઉ.૬૦) નામના વણકર વૃધ્ધે સર્વેશ્વર ચોકમાં ઝેરી દવા પી લેતાં સિવિલમાં ખસેડાતાં એ-ડિવીઝનના હેડકોન્સ. રવિભાઇ અને મોૈલિકભાઇએ નિવેદન નોંધ્યું હતું. આ વૃધ્ધ રિક્ષા ભાડેથી હંકારે છે અને ત્રિકોણબાગે રિક્ષામાં જ સુઇ રહે છે. એકલવાયા જીવનથી કંટાળીને પગલુ ભર્યાનું તેમણે પોલીસને કહ્યું હતું.

(3:26 pm IST)
  • ભારે વરસાદની તારાજી બાદ ૧૦ જીલ્લાઓના ૨.૫૫ લાખ લોકોને ૪.૦૮ કરોડ કેશડોલરની રકમ ચૂકવતી રાજય સરકાર : ૫ જીલ્લામાં રૂ.૬.૩૨ કરોડની ઘરવખરી સહાય : ૨૦ જીલ્લાના ૫૯૪૪૮ લોકોને ૧૦૨ સલામત સ્થળે ખસેડાયા : ૧૧ એમ.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ના જવાનોની ટુકડીએ રાહત - બચાવ કાર્ય કર્યુ : પૂર ગ્રસ્તોને ૮ લાખ ફૂડ પેકેટોનું વિતરણ કરાયુ access_time 4:18 pm IST

  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST

  • નેપાળના રસ્તે ઘુષણખોરી કરનાર વિદેશી મહિલાની ધરપકડ ;બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના રકસોલ ક્ષેત્રમાં નેપાળના રસ્તેથી ભારતમાં ઘુસવા પ્રયાસ કરતી મહિલાને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધી :મહિલા પાસે પૂરતા દસ્તાવેજ નથી access_time 1:09 am IST