Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

''એ વતન વતન મેરે આબાદ રહે તુ, મૈ જહા રહુ જહામેં યાદ રહે તું''

કાલે સ્વાતંત્ર્ય પર્વ : આન બાન શાનથી તિરંગો લહેરાશે

ચોમેર દેશભકિતનો માહોલ : ઠેર ઠેર થશે ધ્વજ વંદન : શાળા કોલેજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભકિત સભર સાંસ્કૃતિક કાર્યક્રમો

કાલે રાજકોટમાં ડે. કલેકટર પરિમલ પંડ્યાના હસ્તે ધ્વજવંદન રિહર્સલ કરાયું :  રાજકોટઃ આવતીકાલે ૧પ ઓગસ્ટના રોજ દેશનાં સ્વાતંત્ર્યદિન નિમિત્તે શહેરનાં ચૌધરી હાઇસ્કુલ મેદાનમાં કલેકટર તંત્ર દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે જેનું રિહર્સલ આજે સવારે ૯ વાગ્યે યોજાયુ હતું તે વખતની તસ્વીરોમાં ડે. કલેકટર પરિમલ પંડયા રાષ્ટ્ર ધ્વજને સલામી આપી રહેલા દર્શાય છે અન્ય તસ્વીરમાં પોલીસ પરેડ ત્થા વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને અંગ કસરતના દાવનું રિહર્સલ થયું હતું જેની ઝાંખી નજરે પડે છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : કાલે દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી થશે. આન, બાન, શાનભેર ત્રિરંગો લહેરાશે. અદભબેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગવાશે. ચોમેર વતન પ્રત્યેનો પ્રેમ છલકાય રહ્યો છે.

ત્યારે રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજ વંદન તેમજ દેશભકિતસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્ટ

લક્ષ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જામજોધપુર દ્વારા કાલે ૧૫ મી ઓગષ્ટ નિમિતે રાત્રે ૯.૪૫ વાગ્યાથી હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે 'ધી ઇન્ટરનેશનલ લાઇવ પપેટ શો' યોજાશે. જેમાં બેટીઓનો અનાદાર, સ્ત્રીભૃણ હત્યા, બીડી, સીગારેટ, દારૂ જેવા વ્યસનો, ભ્રષ્ટાચાર, ગંદકી, બાળકોને મોબાઇલનું વળગણ, સ્વચ્છતા જેવા મુદ્દાઓ પર પ્રકાશ ફેંકવામાં આવશે. તેમ ડો. હરેશ હિન્દુસ્તાની (મો.૯૮૭૯૦ ૩૯૨૮૮) ની યાદીમાં જણાવાયુ છે.

લોહાણા મહિલા પ્રગતિ મંડળ

લોહાણા મહિલા પ્રગતિ મંડળ દ્વારા   સ્વાતંત્રય પર્વ નિમિતે તા. ૧૬ ના શુક્રવારે સાંજે પ થી ૭ લોહાણા મહાજન વાડી, કરણપરા ખાતે 'દેશભકિત ગીત સ્પર્ધા' યોજવામાં આવી છે. મહાજનના હોદેદારો, શુભેચ્છકો, વીણાબેન પાંધી, મીનાબેન જસાણી, ઇન્દુબેન શીંગાળા, જસુમતીબેન વસાણી, રંજનબેન પોપટ, રીટાબેન કોટક, રંજનબેન કોટક વગેરે ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નીલમબેન કારીયા, દીપ્તીબેન કારીયા, શીતલબેન કારીયા, બીંદુબેન ચાંદ્રાણી, રંજનબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

લોહાણા યુવક પ્રગતિ મંડળ

લોહાણા યુવક પ્રગતિ મંડળ દ્વારા સ્વાતંત્રય પર્વ અનુસંધાને તા. ૧૮ ના રવિવારે બપોરે ૩.૩૦ વાગ્યે સાંગણવા ચોક લોહાણા મહાજનવાડી ખાતે 'દેશભકિત ગીત સ્પર્ધા' અલગ અલગ ચાર ગ્રુપમાં યોજાશે. ડાન્સ ટેલેન્ટ શો નો કાર્યક્રમ થશે. લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. ભાગ લેવા ઇચ્છુક બાળકોએ નામ નોંધાવવા જન્મ તારીખના આધાર સાથે લોહાણા મહાજન વાડી, કોટક શેરી ખાતે રૂબરૂ અથવા ફોન ૦૨૮૧ ૨૨૩૪૭૧૪ ઉપર સાંજે ૭ થી ૯.૩૦ દરમિયાન સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:39 pm IST)