Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

પોલીસ હેડ કવાર્ટરમાં રવી વાઘેલા સંચાલીત જુગારધામ પર દરોડો :મહિલા સહિત ૮ ઝડપાયા

ભકિતનગર પોલીસે બાપુનગર અને ભારતીનગરમાંથી જુગાર રમતા ૬ શખ્સો ને દબોચ્યા

રાજકોટ તા ૧૪  :  શહેરના રેસકોર્ષ રોડ પોલીસ હેડ કવાર્ટરમાં પોલીસ પુત્ર સંચાલીત જુગાર ધામ પર પ્રનગર પોલીસે બાતમીના આધારે કવાર્ટરમાં દરોડો પાડી જુગાર રમતા મહિલાઓ સહિત આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પી.આઇ. બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.એન. હાથલીયા તથા આનંદભાઇ સહિતના સ્ટાફે બાતમીના આધારે પોલીસ હેડ કવાર્ટર હાઇરાઇઝ બીલ્ડીંગ નવમાં માળે કવાર્ટર નં.૯૦૩ માં દરોડો પાડી પોલીસ પુત્ર રવી જગદીશભાઇ વાઘેલા (ઉ.વ.૩૬)ે, તથા હિતેશ ભરતભાઇ ઢાંકેચા (ઉ.વ.૪૨), સુભાષ કાંતીભાઇ ઝાલા (ઉ.વ.૪૬), શ્યામ ધનજીભાઇ પરમાર (ઉ.વ.૩૮),  ગટુ છગનલાલ મકવાણા (ઉ.વ.૪૯),  સમજી ઉર્ફે ભાનુ બાબુભાઇ ઝાલા (ઉ.વ.૫૯), આરૂષી ઉર્ફે આરતી પ્રવિણભાઇ પંડયા (ઉ.વ.૫૭) અને કારૂ બાબુભાઇ મકવાણા (ઉ.વ.૫૯) ને તીન પતીનો જુગાર રમતા પકડી લઇ રૂા ૩૭,૨૦૦/- ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ, પી.એસ.આઇ પી.વી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, દેવાભાઇ ધરજીયા, ભાવેશભાઇ મકવાણા, મનિષભાઇ શિરોડીયા, વાલજીભાઇ જાડા, હીતેષભાઇ અગ્રાવત અને રાજેશભાઇ ગઢવી સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. મહેન્દ્રસિંહ અને મનિષભાઇને મળેલી બાતમીના આધારે ભારતીનગર શેરી નં.૪ નો મીલન નટવરલાલ ચોલેરા,(ઉ.વ.૪૮) તથા ખોડીયાર સોસાયટી શેરી નં. ૩ નો મુકેશ ગોગનભાઇ વેકરીયા (ઉ.વ.૪૪) ને પકડી લઇ રૂા ૧૫,૧૦૦ ની  રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી  કરી હતી. જયારે બસવાન દરલડામાં એ.એસ.આઇ રાજદીપસિંહ ગોહીલ અને યશપાલસિંહ સહિતે બાપુનગર મેઇન રોડ પર દરોડો પાડી જુગાર રમતા વિમલ અજયભાઇ ખખ્ખર ઉ.વ.૨૦ ( રહે. જીલ્લાગાર્ડન સ્લમ કવાર્ટર), દિવ્યાંગ જયેશભાઇ ખખ્ખર ઉ.વ.૨૦ (રહે. પ્રહલાદ પ્લોટ) અને હમીદ નુરમહમદભાઇ નકાણી ઉ.વ.૪૬ (રહે. અંકુર સોસાયટી, જંગલેશ્વર) ને પકડી લઇ રૂા૨૧૫૦/- રોકડ તથા મોબાઇલ સહીત રૂા ૧૪૬૫૦/- ની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

દારૂની ૧૫ બોટલ સાથે અનવર પકડાયો

 ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. વી.વી. ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એમ. ભટ્ટ તથા હેડ કોન્સ. રાહુલભાઇ, કનુભાઇ, દિવ્યરાજસિંહ, દિનેશભાઇ તથા હિતેન્દ્રસિંહ સહિત પેટ્રલીંગમાં હતા ત્યાર હેડ કોન્સ. રાહુલભાઇ, ગોપાલભાઇ તથા દિનેશભાઇને મળેલી બાતમી આધારે બજરંગવાડી શેરી નં.૯ માંના મકાનમાં દરોડો પાડી અનવર  સુલેમાનભાઇ મતુપોૈત્રા (ઉ.વ.૩૮) ને દારૂની ૧૫ બોટલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • દિલ્હી સરકારની ઓટો ચાલકોને મોટી ભેટ ;જીપીએસ ફી અને ફિટનેસ ફી માફ :મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત ;નવો ફેરફાર પહેલી સપ્ટેમ્બરથી થશે લાગુ access_time 1:11 am IST

  • અમિત શાહના નેતૃત્વનાં ત્રણ રાજયોમાં ચુંટણી યોજાશે : ઝારખંડ, મહારાષ્ટ્ર અને હરિયાણા બીજેપીની દ્રષ્ટિએ ખુબજ અગત્યના access_time 4:19 pm IST