Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

બોટાદના સુનિલમામાએ રાજકોટ આવી ૧૪ વર્ષના ભાણેજ સાથે હવસખોરી આચરીઃ બાળકને આંખે અંધારા આવી ગયા

ફળીયામાં ખાટલામાં સુતેલા ભાણેજ સાથે વહેલી સવારે સુઇ જઇ ન કરવાનું કર્યુઃ થોરાળા પોલીસે દબોચી લઇ હવસખોરીનું ભૂત ઉતાર્યુઃ દૂષ્કર્મ આચર્યા પછી જાણે કંઇ ન બન્યું હોય તેમ સુનિલ સુવાનો ઢોંગ કરતો રહ્યો

રાજકોટ તા. ૧૩: બોટાદથી રાજકોટ સગાના ઘરે આવેલા ૨૦ વર્ષના સુનિલ નામના શખ્સે પોતાના ૧૪ વર્ષના ભાણેજ સાથે ખાટલામાં સુઇ જઇ બળજબરી આચરતાં બાળકની હાલત બગડી જતાં અને આંખે અંધારા આવી જતાં હોસ્પિટલના બિછાને પહોંચાડવો પડ્યો હતો. હવસખોરીની ઘટના થોરાળા પોલીસ સુધી પહોંચતા તાકીદે સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય અને પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી સુનિલની ધરપકડ કરી લીધી હતી.

 

પોલીસે ભોગ બનેલા બાળકના માતાની ફરિયાદ પરથી તેણીના માસીયાઇ ભાઇ સુનિલ ગોરધનભાઇ સોલંકી (ઉ.૨૦-રહે. બોટાદ) સામે આઇપીસી ૩૭૭ તથા પોકસોની કલમ ૪, ૮ મુજબ ગુનો નોંધી તેને કાયદાનું ભાન કરાવ્યું છે.

ફરિયાદીએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે તે મુળ વિરપુર તરફના વતની છે. હાલમાં બે મહિનાથી થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં તેના માતાના ઘરે દશામાનું વ્રત હોવાથી તેમજ મજૂરી કામ માટે તેના સંતાનો અને પતિ સાથે આવી તેની સાથે રહે છે. તેણીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં સોૈથી મોટો ૧૪ વર્ષનો છે અને તે ધોરણ-૯માં ભણે છે. 

બે ત્રણ દિવસથી બોટાદથી તેણીના માસીનો દિકરો ભાઇ સુનિલ ગોરધનભાઇ સોલંકી પણ રાજકોટ આવ્યો હતો અને તેણીના ઘરે રોકાયો હતો. ૧૨મીએ રાતે ફરિયાદીનો દિકરો બહાર ખાટલામાં સુતો હતો અને તે તથા બીજા સભ્યો ઝુપડા અંદર સુતા હતાં. ગઇકાલે સવારે દિકરાએ ઉઠીને ફરિયાદી માતા પાસે આવી રડવા માંડ્યો હતો ખને સંડાસની જગ્યામાં દુઃખતું હોવાનું તેમજ ચક્કર આવી રહ્યાનું કહેતાં તેને શું થયું? તે અંગે પુછતાં તેણે કહ્યું હતું કે-સવારે ચાર વાગ્યે સુનિલમામા મારા ભેગા આવીને સુઇ ગયા હતાં અને અડપલાકરવા માંડ્યા હતાં. મેં ના પાડતાં તું કોઇને કહેતો નહિ, નહિતર તને મારીશ...તેમ કહી ધમકાવી મને ઉંધો સુવડાવી ખરાબ કામ કર્યુ હતું.

દિકરાની આ વાત સાંભળી ફરિયાદી હેબતાઇ ગયા હતાં અને પોતાના પતિ અને માતાને જાણ કરી હતી. એ પછી દિકરાને દુઃખાવો થતો હોઇ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને પોલીસ આવતાં ફરિયાદ કરી હતી. એ વખતે સુનિલ જાણે કંઇ બન્યું ન હોઇ તેમ ખાટલામાં સુવાનો ઢોંગ કરી પડ્યો રહ્યો હતો.

હોસ્પિટલના બિછાનેથી બાળકે કહ્યું હતું કે મેં ના પાડી છતાં સુનિલામામાએ ખરાબ કર્યુ હતું અને તેના કારણે મને ખુબ દુઃખાવો ઉપડ્યો હતો તેમજ આંખે અંધારા આવી ગયા હતાં.

થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી.ટી. વાઢીયા, પીએસઆઇ જે. જી. ચોૈધરી, પીએસઆઇ એ. કે. પરમાર, નારણભાઇ શિરોલીયા, અજીતભાઇ ડાભી, ભરતસિંહ પરમાર, કેલ્વીનભાઇ સાગર સહિતે ફરિયાદને ગંભીર ગણી તાકીદે ગુનો નોંધી સુનિલ સોલંકીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું અને હવસખોરીનું ભૂત ઉતારી નાંખ્યું હતું.

સુનિલ છુટક મજૂરી કરે છે. તે ભોગ બનનાર બાળકના નાનીના ઘરે આવ્યો હતો અને વહેલી સવારે બાળક સાથે સુઇ ગયા બાદ હવસનો કીડો સળવળતા ન કરવાનું કરી બેઠો હતો.

(12:13 pm IST)