Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

એન્જીનીયરીંગની નોકરી છોડી હિમાચલના રાજેશ ડોગરાએ ગૌશાળા ધમધમતી કરી : ડો. કથીરિયા

ગૌરક્ષણ અને ગૌસંવર્ધનની પ્રવૃત્તિ કાબીલે દાદ : યુવા ઉદ્યમીઓ માટે પ્રેરણા સ્ત્રોત

રાજકોટ તા.૧૪ : હિમાચલ પ્રદેશના યુવા એન્જીનીયર રાજેશ ડોગરાએ હાલમાંજ પ્રતિષ્ઠિત કંપનીની નોકરી છોડી હિમાચલમાં ગૌશાળા ખોલી ગૌમાતના રક્ષણ અને સંવર્ધનને અર્થકારણ સાથે જોડીવાનું પ્રેરણાદાયી કાર્ય આરંભતા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઇ કથીરીયાએ તેમને અભિનંદિત કર્યા છે.

તેમની મુલાકાત લઇ અભિવાદન કરતા જણાવેલ કે આ પ્રકારના પ્રયાસો યુવા પેઢી માટે ઉદાહરણ અને પ્રેરણા સ્ત્રોત છે. ગૌરક્ષણ અને સંવર્ધનના કાયોને આત્મનિર્ભર બનાવવા જોઇએ.

નવી શરૂ થનાર ગૌશાળાઓએ સરકાર દ્વારા બનાવેલી નીતિઓ, લાભોની જાણકારી રાખવી જરૂરી છે. દરેક ગૌશાળાઓએ જૈવિક ખાતર બનાવવાનું ખેડુતોને પ્રશિક્ષિત કરવાનું ગૌચરનો વિકાસ કરવાનું અને અન્ય પ્રકારના ઓર્ગેનિક ઉત્પાદનો તૈયાર કરવાનું તથા એમની માર્કેટીંગની સાથે સાથે તેમના પ્રચાર પ્રસાર પર ધ્યાન દેવું જરૂરી છે.

ડો. કથીરિયાએ પંચગવ્ય ઔષધિઓનું ઉત્પાદન, પેકેજીંગ, ગુણવતા નિયંત્રણ અને માર્કેટીંગ વિષે સતત પ્રયાસો કરતા રહેવાની સૌ ગૌશાળાઓને હાકલ કરી છે.

આગામી દિવસોમાં સમગ્ર રાષ્ટ્રમાં વિશાળ ફલકમાં 'કાઉ ટુરીઝમ' અને 'કાઉ થેરોપી' તેમજ 'ગૌ આધારીત કૃષિ' નો વિકાસ કરી સમગ્ર ભારતના ગૌવંશને સ્વાવલંબન તરફ લઇ જવાની દિશામાં મહત્વનું કાર્ય ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે.

એન્જીનીયર રાજેશ ડોગરાની ગૌરક્ષણ સંસ્થા 'સ્વદેશી કામધેનુ ગૌશાળા' હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ગણો-નુરપુર નામના ગામાં બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. હાલ પપ સ્વદેશી ગાયો સહીવાલ રાઠી અને ગીર જાતીની ગાયો આશરો લઇ રહી છે. ગૌશાળામાં દરરોજ જે દુધ અને ઘી નું ઉત્પાદન થાય છે તેનાથી ગૌશાળાના પ્રબંધન ખર્ચમાં વાપરવામાં આવે છે. આમ રાજેશ ડોગરા મહીને ૨૫૦૦ થી ૩૦૦૦ પ્રતિ કિલો ઘી તથા જૈવિક ખાતર, પંચગવ્ય ઉત્પાદનો વેચીને મહિને લગભગ બે લાખની કમાઇ કરવામાં સફળ થાયની ખુશી ડો. વલ્લભભાઇ કથીરિયાએ વ્યકત કરી છે.

(12:08 pm IST)