Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

હોસ્પિટલ ચોક પાસેથી સલીમભાઇ પઢીયાર ર૦ દિવસથી ગુમ

રાજકોટ તા.૧૪: કોઠારીયા સોલવન્ટ પાસે મહંમદી બાગમાં રહેતા મુસ્લિમ પ્રોેઢ વીસ દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ એ ડિવીઝન પોલીસ મથકમાં ગુમની ફરિયાદ નોંધ કરાવી છે.મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટ પાસે મહંમદી બાગ શેરીનં.૧૮માં રહેતા સલીમભાઇ કાસમભાઇ પઢીયાર (ઉ.વ.૫૪) ગત તા. ૨૬/૭ ના રોજ પોતાનું જીજે.૩ જે.કે. ૧૬૬૦ નંબરનું બાઇક લઇને ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પુત્ર ઇમ્તીયાઝભાઇએ એ ડિવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એએસઆઇ એસ.એન. જાડેજાએ તપાસ આદરી છે. સલીમભાઇએ આછો બ્લ્યુ કલરનો શર્ટ અને સ્કાઇ કલરનું પેન્ટ પહેરેલ છે. જો કોઇને આ પ્રોૈઢ જોવા મળે તો એ ડિવીઝન પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:57 pm IST)