Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મહાપાલિકાના આંગણે મચ્છર ઉત્પાદન કેન્દ્ર

રાજકોટ : રાજકોટ મહાપાલિકાનું તંત્ર કામ કરતું હોવાના દેખાડા કરે છે. શાસકો બઘડાટી બોલાવવામાંથી ઉંચા આવતા નથી. આ સ્થિતીમાં મચ્છરોને મોજ થઇ ગઇ છે ઠેર-ઠેર મચ્છર ઉત્પાદન કેન્દ્ર ધમ ધમે છે. આ તસ્વીર મહાપાલિકાના આંગણની છે સામે મહાપાલિકાનું બિલ્ડીંગ છે, બાજુમાં ફાયર બ્રિગેડ તંત્ર છે. વરસાદી છાંટા બે ચાર પડે અને ખાબોચીયા ભરાઇ જાય.. આવા ખાબોચીયામાં મચ્છરો મોજ કરે છે અને રાજકોટને રોગચાળાની ગિફટ આપે છે. મ્યુ. કમિશ્નર અને મેયર કે વિ. પક્ષ ના નેતાઓને રાજકોટના લોક પ્રશ્નોમાં રસ નથી તેની આ સાબિતી છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:45 pm IST)