Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

મનથી હારે નહી ,હરાવેએ યુવાનઃ પૂ.અપૂર્વમુની સ્વામી

બીએપીએસ મંદિરે પાવર ઓફ યુથ વિષય પર યોજાય ગયેલ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ

રાજકોટઃપ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ અંતર્ગત વર્ષ દરમિયાન  વિવિધ સામાજીક અને શૈક્ષણિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે શહેરની તમામ કોલેજોના ફસ્ટ યરના વિદ્યાર્થીઓ માટે 'પાવર ઓફ યુથ' વિષય પર સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજકોટની કોલેજોના અગ્રણી માલિકો, સંચાલકો, પ્રિન્સીપાલો તેમજ પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા. ૨૦૦૦થી અધિક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

વૈદિક શાંતિપાઠથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત ઉદ્દબોધન  ડો. ધમસાણીયાએ કર્યા બાદ  પ્રેરક વિડિયો શો, એક આદર્શ પથદર્શક - પ્રમુખસ્વામી મહારાજ રજૂ કરવામાં આવ્યો હતો.  પૂજય અપૂર્વમુનિ સ્વામીએ 'પાવર ઓફ યુથ' વિષય પર ચોટદાર અને જોમસભર વકતવ્યનો લાભ આપ્યો હતો. જેમાં તેઓએ ૬ વિભાગો દ્વારા વિદ્યાર્થીઓને યુથનો સાચો પાવર શું છે અને કઈ રીતે તેનો ઉપયોગ કરી ભારતને ઉત્કૃષ્ટ રાષ્ટ્ર બનાવી શકાય એ વિષયક વિવિધ પ્રેરક વિડિઓ દ્વારા સૌ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

તેઓએ જણાવ્યુ હતુ કે યુવાનો પાસે પ્રયત્નો કરવાનો પાવર વધારે છે પરંતુ તેની દિશા ખોટી છે. રાષ્ટ્રની સંપત્તિ સુધારવીએ દરેક યુવાનની જવાબદારી છે. મન સામે હાર્યા વગર મનને હરાવેએ યુવાન છે. તેમ જણાવી યુવાનોને કુટેવો છોડી સુટેવો ગ્રહણ કરવા અપૂર્વમુની સ્વામીએ ટકોર કરી હતી.

(3:45 pm IST)