Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજકોટ ડીસ્ટ્રીકટ યોગ કોમ્પીટીશનમાં અલ્પા શેઠનું ગ્રુપ પ્રથમ સ્થાને વિજેતા

રાજકોટ તા.૧૪: ઓપન રાજકોટ ડિસ્ટ્રીકટ યોગ કોમ્પીટીશન દરેક વર્ષે લાઇફ મિશન રાજકોટ દ્વારા આયોજન થાય છે. જેમાં બાળકોથી માંડી દરેક ઉમરના ગ્રુપ માટે યોગ અનુસંધાનેની સ્પર્ધાનું આયોજન થાય છે. અને જે લોકો આ જિલ્લા કક્ષાની યોગ હરીફાઇમાં વિજેતા  થાય છે તેઓને રાજય કક્ષાએ યોગ અન્વયેની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવે છે. ગઇકાલે તા.૧૨-૮-૧૮ના રોજ રાજકોટ ઇન્ડોર સ્ટેડીયમ મુકામે આ પ્રકારની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં આશરે ૬૫૦ થી વધારે નાના મોટા સભ્યોએ યોગ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો.

રાજકોટમાં છેલ્લા ૧૫ વર્ષથી યોગ ક્ષેત્રે કાર્યરત અલ્પા વિકાસ શેઠ તથા તેમના ૧૧ સભ્યોનું ગ્રુપ કે જે ''ફીટ એન્ડ ફાઇન'' તરીકે ઓળખાય છે તેમણે ૩૫ થી ૫૦ વર્ષની વય ધરાવતા જુથમાં 'મ્યુઝીક યોગા' કરેલ હતા. જેમાં ૬ મિનિટના મ્યુઝીકમાં આશરે ૭૦ થી વધારે આસનોનો સમાવેશ કરવામાં આવેલ.

'ફિટ એન્ડ ફાઇન' ગ્રુપના મુખ્ય એડમીન અલ્પા શેઠ ઉપરાંત જલ્પા બુવારીયા, અંજના વિરોજા, શિલ્પા સાબલલપરા, સીમા દેસાઇ, ચાર્મી ભટ્ટ,કિંજલ શાહ, તૃપ્તી વ્યાસ, હર્ષા ડાંગર, ભારતી વસાણી તથા બંસરી સહીતના સભ્યોએ ગ્રુપ ઉર્ફોમન્સ કરેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વય મર્યાદા ધરાવતી શ્રેણીમાં રાજકોટ જિલ્લા સ્તરે પ્રથમ વખત મહિલાઓએ પ્રથમ ક્રમાંક મેળવેલ છે અને તેઓ સ્ટેટ લેવલની યોગ કોમ્પીટીશનમાં ભાગ લેવા માટે સિલેકટ થયેલ છે. આગામી તા.૨૦-૨૧ના રોજ અલ્પા શેઠ તથા તેનું ગ્રુપ કાયાવરોહણ (બરોડા) મુકામે રાજય કક્ષાની યોગ કોમ્પીટીશનમાં ભાગ લેવા જશે. (૧૭.૯)

(3:44 pm IST)