Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

નાગરીક પુરવઠા નિગમના કર્મચારીને ગ્રેચ્યુઇટી તફાવતની રકમ ચુકવવા હુકમ

રાજકોટ તા.૧૪: ગુજરાત રાજયની નાગરીકપુરવઠા નિગમ, ગાંધીનગર, હસ્તકની રાજકોટ ખાતેની કચેરીમાં ફરજ બજાવતા ડી.બી.સોરઠીયા, વી.એચ.હીરપરા તથા પી.કેજાડેજા વચનિવૃત થતા નિગમ તરફથી નિગમના બનાવેલ નિયમો મુજબની ગ્રેચ્યુઇટીનુ ચુકવણુ કરવામાં આવેલ હતું.

રાજય સરકાર દ્વારા નિગમના કર્મચારીઓ માટે ગ્રેચ્યુઇટી ચુકવણીના જે નિયમો બનાવેલ છે તે નિયમો મુજબ પુરવઠા નિગમમાંથી નિવૃત થયેલ કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનું ચુકવણુ કરવામાં આવે છે.નિગમના નિયમો મુજબ ચુતવાતી ગ્રેચ્યુઇટીની રકમ પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકજ મુજબ ચુકવવાપાત્ર થતી ગ્રેચ્યુઇટીની રકમ કરતા ઓછી મળે છે. સબંધિત ત્રણેય કર્મચારીઓ વયનિવૃત થતા નિગમના નિયમો મુજબની ગ્રેચ્યુઇટી ચુકવવામાં આવેલ જે કાયદા મુજબ મળવાપાત્ર ગ્રેચ્યુઇટી કરતા ઓછી ગ્રેચ્યુઇટીની ચુકવાયેલ હોય ગ્રેચ્યુઇટીના કાયદામુજબ મળવાપાત્ર ગ્રેચ્યુઇટી મેળવવા સબંધિત કર્મચારીઓને સૌરાષ્ટ્ર મજુર મહાજન, સંઘ, મારફત, રાજકોટ ખાતેના કન્ટ્રોલીગઓથોરીટી સમક્ષ કેઇસ દાખલક કરેલ.

રાજકોટ ખાતેના કન્ટ્રોલીંગ ઓથોરીટીએ નિગમના સબંધિત કર્મચારીઓને નિગમ દ્વારા ચુકવાયેલ ગ્રેચ્યુઇટી કાયદાથી મળવાપાત્ર ગ્રેચ્યુઇટી કરતા ઓછી હોય અને સંસ્થાને પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટ લાગુ પડતો હોય સબંધિત કર્મચારીઓને તફાવતની ગ્રેચ્યુઇટીની રકમ વ્યાજ સાથે ચુકવવા રાજયના નાગરીક પુરવઠા નિગમને હુકમ કરેલ છે.

ઉપરોકત કેઇસમાં નિગમના નિવૃત થયેલ ત્રણેય કર્મચારીઓ વતી સૌરાષ્ટ્ર મજૂર મહાજન સંઘના પ્રધાનમંત્રી દિલીપભાઇ ઠાકર મંત્રી વિજયભાઇ ટીમ્બડીયા તથા કિરીટભાઇ વોરાએ રજુઆતો કરેલ હતી.(૧૭.૯)

(3:43 pm IST)