Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કોર્પોરેશન દ્વારા ટ્રાન્સપોર્ટ વિભાગને બે મીની ક્રેઇન અર્પણ

રાજકોટ : શહેરમાં વધી રહેલા વાહનોની સંખ્યાને ધ્યાને લઇ તેમજ રાજકોટ શહેરનો વિસ્તાર ખૂબ જ વધવામાં હોય, શહેરના મુખ્ય માર્ગો ઉપર વાહનોના અવ્યવસ્થિત પાર્કિંગને લીધે મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેમજ વીવીઆઇપી અને વી.આઇ.પી. બંદોબસ્ત સમયે અવરોધરૂપ પાર્ક થયેલા વાહનોને પુરતા પ્રમાણમાં ટોઇંગ કરવા માટે તેમજ સમગ્ર ટ્રાફિક સમસ્યાને સુચારૂ રૂપે કન્ટ્રોલ થઇ શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગ તેમજ રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના ઉપયોગ માટે ૨ મીનીક્રેઇન ખરીદવાનું નક્કી થયેલ. આ મીની ક્રેઇનની માલીકી રાજકોટ મહાનગરપાલિકાની રહેશે તેમજ આ મીની ક્રેઇનનું સંચાલન રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ મીની ક્રેઇન માટે એલસીવી સીંગલ કેબ ચેસીસ ઉપર ફેબ્રીકેશન કરવાનું થાય. જે ધ્યાને લઇ નવી ૨ નંગ મીની ક્રેઇન માટે ઇ-ટેન્ડરથી ભાવો મંગાવી સમગ્ર કાર્યવાહી કરતા, આ બે નંગ મીની ક્રેઇનનું ચેસીસ તથા ફેબ્રીકેશનનો કુલ ખર્ચ અંકે રૂ. ૨૧,૯૧,૦૧૮ થયેલ છે.

(3:41 pm IST)