Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજમાર્ગો પરથી અમૂલ - ગોપાલ પાર્લરો દૂર થશે : ૪૮ કલાક બાદ મહાઝુંબેશ

મોલ્સ - શાળા - કોલેજો - હોસ્પિટલો વગેરે હીટ લીસ્ટમાં : પાર્કિંગ - ટ્રાફિક સમસ્યા ઉકેલવા ઘડાયો એકશન પ્લાન : પત્રકાર પરિષદમાં વિગતો જાહેર કરતા મેયર બીનાબેન આચાર્ય - સ્ટેન્ડીંગ ચેરમેન દિપક કાનગડ - મ્યુ. કમિશ્નર બંછાનિધી પાની અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

રાજકોટ : શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન પણ સુચારૂ બની રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા એક ઓપરેશન અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. બિનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુકતપણે યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરે ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, જોઇન્ટ પોલીસ કમિશનર એસ. એન. ખત્રી, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રીતિબેન પનારા, ડેપ્યુટી મ્યુનિ. કમિશનરશ્રીઓ ચેતન નંદાણી અને શ્રી ચેતન ગણાત્રા, વગેરે ઉપસ્થિત હતાં જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૪ : શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ઉકેલવા પોલીસ અને મ્યુ. કોર્પોરેશન ખાસ એકશન પ્લાન બનાવ્યો છે. જેની વિગતો આજે પત્રકાર પરિષદમાં જાહેર થયેલ હતી.

આ અંગે પત્રકાર પરિષદમાં જાહેર થયા મુજબ સ્માર્ટ સિટી રાજકોટ ખૂબ જ ઝડપથી એક પછી એક વિકાસલક્ષી પ્રોજેકટ આગળ ધપાવવા લાગ્યું છે ત્યારે રાજકોટ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાપન પણ સુચારૂ બની રહે તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા એક ઓપરેશન અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને જાહેર માર્ગો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર છે. જાહેર માર્ગો પર કયાંય દબાણ ના થાય અને જે તે સ્થળે વાહન પાર્કિંગ માટે પર્યાપ્ત જગ્યા મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ માટે નવી સાઇટ આઇડેન્ટિફાય કરવામાં આવનાર છે.

શહેરમાં મુખ્ય માર્ગો પર સરળ વાહન વ્યવહાર માટે માર્ગો પરના અડચણરૂપ દબાણો તાત્કાલિક હટાવી દેવામાં આવશે. જાહેર માર્ગો પરના કોમર્શિયલ કોમ્પલેક્ષ, મોલ્સ અને મલ્ટીપ્લેકસ ખાતે પાર્કિંગની પુરતી જગ્યા રહે તે સુનિશ્ચિત કરાવવામાં આવશે. રોડ પર વાહનો પાર્ક કરવાથી રસ્તા પર અવરજવર કરવા માટે ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે, તે બદલ કોમર્શિયલ કોમ્પલેકસ અને સ્કુલોને નોટીસ આપવામાં આવશે. આ ઉપરાંત માર્જીનની જગ્યા ખુલ્લી રહે તથા માર્જીનની જગ્યામા દબાણ હોય તો તે દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી પાર્કિંગ સાઇટ્સ આઇડેન્ટિફાય કરવામાં આવશે. તેમજ જાહેર માર્ગો પર તેમજ અન્ય સ્થળોએ ''નો પાર્કિંગ'' ના સાઇન બોર્ડ પણ લગાવવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેર પોલીસને માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ વાહનોના ટોઇંગ કરવા માટે બે વાહનો ફાળવવામાં આવશે. શહેરની તમામ શાળા-કોલેજોમાં વાહન પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ રહે તે માટે સુચના આપવામાં આવનાર છે. ખાસ કરીને શાળા કોલેજોમાં છાત્રોના આવવા-જવાના સમયે ટ્રાફિકનો પ્રશ્ન ના સર્જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.

દરમ્યાન શહેરની મધ્યમાં ત્રિકોણ બાગ ખાતે ટ્રાફિકનો ત્રાસ ના રહેતે માટે આર.એમ.ટી.એસન. બસો માટે લો પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રૈયા અને મવડી ચોક ખાતે ગતિમાં રહેલા ફલાઇઓવર બ્રીજના કામ ઝડપથી આગળ ધપાવવા અને ત્યાં ચોકમાં ટ્રાફિકના પ્રશ્નોના સર્જાય તે માટે ખાસ ધ્યાન આપવામાં આવશે. રાજકોટ શહેરના માર્ગો પર વાહન પાર્કિંગ વ્યવસ્થિત રીતે થાય, લોકો નિયમબદ્ધ રીતે વાહન ડ્રાઇવ કરે ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળે બનેલા શોપિંગ મોલ, કોમર્શિયલ કોમ્પલેક્ષ ખાતે પણ વાહન પાર્ક વ્યવસ્થિત થાય અને ત્યાં વાહન પાર્કિંગનો ચાર્જ વસુલ ના થાય તે પણ સુનિશ્ચિત કરવાનું આયોજન ઘડાયું છે. તો વળી ટ્રાફિક બાબતે લોકો વધુ સમજદારીથી વર્તે તે રીતે તેઓને પ્રેરીત કરવા મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સંયુકતરીતે પ્રયાસો કરવામાં આવનાર છે.(૨૧.૩૦)

પદાધિકારીઓ સપ્તાહમાં એક વખત માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરશે

- બિનાબેન આચાર્ય

૪૮ કલાક પછી શહેરના તમામ મુખ્યમાર્ગોથી ફૂટપાથો ખુલ્લી થશે

- મનોજ અગ્રવાલ

શહેરમાં નવા ૨૫ જગ્યાએ પે એન્ડ પાર્ક શરૂ થશે

- બંછાનિધી પાની

દબાણ હટાવવા

ઝુંબેશમાં કોઇ રાજકીય ભલામણ નહી ચાલે

- ઉદય કાનગડ

એકશન પ્લાનની રૂપરેખા

    મહત્વના તમામ માર્ગો પર હોકર્સનું - દબાણ દુર કરાશે પાર્કિંગ ચાર્જ વસૂલ કરતા મોલને નોટીસ અપાશે

    વાહન પાર્ક માટે ફરજીયાત જગ્યા

    કોમર્શિયલ કોમ્પલેક્ષ, મોલ્સ અને મલ્ટીપ્લેકસ ખાતે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરાશે.

    રોડ પર સ્થિત રેસ્ટોરન્ટની માર્જિનની જગ્યા ખુલ્લી રખાવવી. માર્જિનની જગ્યામાં રહેલા ખુરશી ટેબલ જલત કરાશે

    પાર્કિંગ માટે નવા સ્થળો આઇડેન્ટિફાય કરવા

    નો-પાર્કિંગ ઝોન માટે સૈન બોર્ડ મુકવા

    શહેર પોલીસને ટોઇંગ માટે બે વાહન આપવા

    શાળા - કોલેજોને પાર્કિંગ માટેની જગ્યા ખુલ્લી રાખવા સૂચના

    ત્રિકોણ બાગ ટ્રાફિક ફ્રી બનાવવા આર.એમ.ટી.એસ. બસ માટે લેન પાર્કિંગ

    એસ.ટી.ડી. પી.સી.ઓ. માટે ખાસ પગલા

    જાહેર માર્ગો પર અડચણ સર્જનાર દેરી અને પાર્લરની એપ્રૂવલ કેન્સલ થશે

    રૈયા અને મવડી ફલાઇઓવર બ્રિજ પ્રોજેકટની ઝડપી કામગીરી અને પાર્કિંગ

    શહેરમાં સ્પીડ બ્રેકર અને ઝીબ્રા ક્રોસિંર્ગી

(3:40 pm IST)
  • રાહુલ ગાંધી હતાશાને કારણે જૂઠું બોલવાની પરાકષ્ટતા સર્જે છે ;રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધી પર પલટવાર કરતા ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે યુપીએ સરકારના સમયની તુલનામાં એનડીએ સરકારે નક્કી કરેલ સોદાની કિંમત 9 ટકા ઓછી છે :રવિશંકર પ્રસાદે એમ પણ કહ્યું કે રાહુલ પોતાના જૂઠાણાં ચલાવવા દેશ હિતની પણ પરવા કરતા નથી access_time 12:54 am IST

  • અંકલેશ્વરમાં ૨૦.૫૦ લાખ રૂપિયાની લૂંટ : અંકલેશ્વરમાં પુતિન ચોકડી પાસે ખાનગી બેંકમાં બેંક કર્મચારીની નજર ચુકવી રૂ. ૨૦.૫૦ લાખની લૂંટ કરી આરોપી છનન થઇ ગયોઃ બેંક કર્મચારીની સંડોવણી હોવાની આશંકા access_time 3:47 pm IST

  • જાપાનમાં 5.1ની તિવ્રતાનો ભૂકંપ: ભૂકંપના આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડ્યા :આ ભૂકંપ ચીબા પ્રીફેક્ચરમાં આવ્યો છે: ભૂકંપના કારણે કોઈ જાનમાલને નુકસાન થયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી access_time 1:08 pm IST