Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

આરોપીને થયેલ બે વર્ષની સજા અને બમણી રકમનું વળતર ચુકવવાનો હુકમ રદ

રૂ ૮ લાખનો ચેક પાછો ફરવા અંગેના કેસમાં

રાજકોટતા ૧૪ : રૂપીયા આઠ લાખના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ની સજા અને ચેકની બમણી રકમ રૂપીયા સોળ લાખ ફરિયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ડીસ્ટ્રીકટ કોર્ટે રદ કર્યો હતો.

આ કેસની વિગત એવી છેકે ફરીયાદીને પ્રવિણસિંહ અમરશી પરમાર ,૧૭ વિય પ્લોટ, રાજકોટ મુકામે મલ્ટીવેશન એટલે કે જુદા જુદા પ્રકારની ડીઝાઇનીંગનો ધંધો કરે છે અને આરોપી ભરતભાઇ રત્નાભાઇ લુણાગરીયા ઠેકાણું ન્યુ આશ્રમરોડ, પેડક રોડની પાસે મુ. રાજકોટ વાળા પટેલ એજન્સી થી ધંધો કરે છે.

ફરીયાદી અને આરોપીની વચ્ચે ધંધાદારી સબંધો હોવાથી આરોપીને નાણાંકીય જરૂરીયાત હોવાથી, ફરીયાદીની પાસે રૂપીયા આઠ લાખ હાથ ઉછીના માંગેલ. ફરીયાદી અને આરોપીની વચ્ચે સારા સબંધો હોવાથી વિશ્વાસના દાવે, આરોપીની ઉપર વિશ્વાસ રાખી, ફરીયાદીએ રૂપીયા આઠ લાખ પુરા, આરોપીને હાથ ઉછીના રોકડા આપેલા હતા. આ રકમની સામે આરોપીએ ફરીયાદીને રૂપીયા ચાર લાખના બે ચેક આપેલ હતા.

ત્યારબાદ ફરીયાદીએ સદરહુ ચેક તેના બેન્કના ખાતામાં જમા કરાવતા ચેકો રીટર્ન થયેલ અનેત્યારબાદ ફરીયાદીએ રૂપીયા આઠ લાખના ચેક રીટર્ન અંગેનો કેસ આરોપીની ઉપર કરેલ હતો.

ત્યારબાદ આરોપી ભરતભાઇ રત્નાભાઇ લુણાગરીયા, ઉપરનો ચેક રીટર્ન અંગેનો કેસ ચાલી જતા નીચેની કોર્ટે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકની બમણી રકમ રૂપીયા આઠ લાખના રૂપીયા સોળ લાખ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરેલ.

આ હુકની સામે ફરીયાદીએ રાજકોટની ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટમાં અપીલ કરેલ જે અપીલમાં સીનીયર એડવોકેટ, પ્રજાપતિ વજુભાઇ ડી. થોરીયાએ જણાવેલ કે આરોપી ઉપરનો કેસ  સાબીત થતો નથી.

આરોપીની અપીલમાં સીનીયર એઠવોકેટ વજુભાઇ ડી. થોરીયાની સમગ્ર દલીલો એડીશ્નલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ શ્રી એચ.એ. બ્રહ્મભટ્ટે માન્ય રાખી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.(૩.૧૯)

(3:34 pm IST)