Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ઝંડા ઉંચા રહે હમારા...રાષ્ટ્રધ્વજની અવનવી વાતો

જન જાગૃતિ મંચના તખુભા રાઠોડે રસપ્રદ હકિકતો રજુ કરી : રાષ્ટ્રધ્વજનુ કાપડ બનાવવા માટે પણ લાયસન્સ લેવુ પડશે : રાષ્ટ્રધ્વજના સન્માન માટે 'ફલેગ કોડ'ની જોગવાઇને અનુસરવુ અનિવાર્ય છે

રાજકોટ તા.  ૧૪ : વર્તમાન રાષ્ટ્ધ્વજની બંધારણ સમિતિએ  ૨૨  જુલાઇ૧૯૪૭ના રોજ માન્યતા અહાપેલ છે. તિરંગાના કલર અને અશોક ચક્ર  બલિદાન , શાંતિ સત્ય અને વિશ્વાસ, વિરતાનો ભાવ દર્શાવે છે. ગમે તે દિવસે નાગરીકને રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અધિકાર દેશની વડી અદાલતે  નાગરીક તરીકે શ્રી જીંદાલની રજુઆતને કારણે  જાન્યુઆરી ૨૦૦૨ થી મળેલ છે.  રાષ્ટ્રધ્વજનુ સન્માન, જાળવણી અને ફરકાવવાના તથા વાપરી ન શકાય એવા રાષ્ટ્રધ્વજના નિકાલ કરવાના ચોકકસ નિયમો બનાવેલ છે.  રાષ્ટ્રધ્વજના  ઉત્પાદન  વિતરણ વ્યવસ્થાનો અધિકાર કર્ણાટકના  ખાદી બોર્ડ હુબલી  - સાંગા પાસે છે. રાષ્ટ્ધ્વજના કાપડ વણાટની એક ચોકકસ નિતિ છે અને આ વણાયેલુ કાપડ પ્રયોગશાળા તેની ગુણવતા પરપ્ત કરે બાદ જ રાષ્ટ્રધ્વજ બનાવવાની આગળની પ્રક્રિયામાં જાય છે.

જન જાગૃતિ અભિયાન મંચના પ્રમુખશ્રી તખુભા રાઠોડ આપણા રાષ્ટ્રધ્વજની મહત્વની  વિગતો વાંચકોને જણાવે છે કે તા. ૧૫ ઓગષ્ટના રોજ ૭૨માં આઝાદીના મહાન પર્વના દિવસે દિલ્હીના લાલ કિલ્લાથી માંડી સમગ્ર દેશ અને વિદેશમાં આપણો રાષ્ટ્રધ્વજ લહેરાશે. અને રાષ્ટ્રગાન સાથે પ્રજા રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ રાષ્ટ્રધ્વજની બહુ ઓછી જાણીતી વિગતો વાંચકો સમક્ષ રજુ કરૂ છુ.

આઝાો ભારતના રાષ્ટ્રધ્વજની પસંદગી માટે ૨૬ જુન ૧૯૪૭ ના રોજ  એક સમિતિનુ ગઠન કરવામાં આવેલ. આ સમિતિમાં ડો. રાજેન્દ્રપ્રસાદ, મૌલાના અબ્દુલ કલામ  આઝાદ, સરોજીની નાયડુ, સી. રાજગોપાલચારી, કે.એમ. મુન્શી અને બી.આર. આંબેડકર સહિત ૧૪ સભ્યની સમિતિ રચવામાં આવેલ.

આ સમિતિએ કોંગ્રેસના રાષ્ટ્રધ્વજમાં જરૂરી  ફેરફાર કરેલ જે દેશના તમામ પક્ષોને, તમામ  ધર્મના લોકોને માન્ય રહે તેવી પસંદગી હતી જેમા જે અશોકચક્ર  છે તે ન્યાય અને ધર્મનુ પ્રતિક  ગણાય છે. આપણો રાષ્ટ્રધ્વજ એવો મેસેજ આપે છે હિંમત , બલિદાન , શાંતિ, સત્ય અને વિશ્વાસ  વીરતા   દર્શાવે છે. વર્તમાન સ્વરૂપના  રાષ્ટ્રધ્વજને  ૨૨ જુલાઇ ૧૯૪૭ની બંધારણ  સમિતિએ  માન્યતા આપેલ.

શરૂઆતમાં રાષ્ટ્ધ્વજને ડીઝાઇન અને ઉત્પાદનની પ્રક્રિયા બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) ના નિયમો દ્વારા  રાષ્ટ્રધ્વજની ઉત્પાદનની પ્રક્રિયા થતી ત્યારબાદ આમા કેટલાક ફેરફાર કરવામાં આવેલ છે. રાષ્ટ્રધ્વજનુ કાપડ ખાદી અથવા હાથ બનાટનું વપરાય છે.  આ કાપડ બનાવવાના લાયસન્સ કર્ણાટક , મરાઠાવાડા અને યુ.પીના બારાબંકી  તથા રાજસ્થાનમાં  આપવામાં આવેલ છે. રાષ્ટ્રધ્વજનુ ઉત્પાદન સપ્લાય કરવાનો  અધિકાર કર્ણાટક ખાદી ગ્રામ બોર્ડના  હુબલી - સાંગા પાસે છે.  ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી સિવાય આમ નાગરિકને રાષ્ટ્રીય ફલેગનો ઉપયોગ  કરવાનો અધિકાર ન હતો.  આ કાયદા સામે  ભારતના નાગરિક શ્રી જીંદાલે વડી અદાલતમાં અપીલ કરતા ભારતની વડી અદાલતે શ્રી જીંદાલની અપીલનો સ્વકાર કરી દેશના તમામ  નાગરિકો રાષ્ટ્રધ્વજના સન્માન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે છે તેવો હુકમ કરેલ જે હુકમ સરકાર શ્રીએ સ્વિકારેલ. રાષ્ટ્રધ્વજના સન્માન માટે 'ફલેગ કોર્ડ'માં કેટલીક મહત્વની જોગવાઇઓ છે ફલેગ જમીન કે પાણીને સ્પર્શ થવો ન જોઇએ. ફલેગ ઓપન સ્થળોમાં સુર્યોદયથી સુર્યાસ્ત સુધી   જ ફરકાવી શકાય છે. ફલેગ કોઇપણ સંજોગોમાં ઉધો ફરકવો ન જોઇએ આ કાયદાના ભંગ બદલ સજા અને દંડની જોગવાઇ છે.

સંકલન

તખ્તસિંહ

(તખુભા) રાઠોડ

મોબાઇલ નં. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:34 pm IST)