Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રેસકોર્ષ ગાર્ડનમાંથી ઉદયનગરના મોહિત પટેલનું બાઇક ચોરાઇ ગયું

રાજકોટ તા. ૧૪: મવડી ચોકડી પાસે ઉદયનગર-૨ શેરી નં. ૫માં રહેતાં મોહિત ભીમજીભાઇ પટોડીયા (પટેલ) (ઉ.૨૫)નું હોન્ડા જીજે૩ડીએલ-૮૩૯૬ રૂ. ૨૫ હજારનું રેસકોર્ષમાં કલ્પના ચાવલા ગાર્ડન પાસે લોક કરીને રાખ્યું હતું ત્યાંથી કોઇ ચોરી જતાં પ્ર.નગરમાં જાણ કરતાં પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(12:08 pm IST)