Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

તુલસી પાર્કના બાવાજી યુવાન અમૃત ગોસ્વામીનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૪: આજીડેમ ચોકડી પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષમાં તુલસી પાર્કમાં રહેતો અમૃત કાનાભાઇ ગોસ્વામી (ઉ.૨૭) નામનો બાવાજી યુવાન રાત્રે સાડા દસેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

મૃત્યુ પામનાર અમૃત ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ અને અપરિણીત હતો.  તે ઇમિટેશનનું કામ કરતો હતો. મોતનું કારણ જાણવા પોસ્ટ મોર્ટમ બાદ વિસેરા લેવામાં આવ્યા છે. આજીડેમ પોલીસ મથકના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

પોપટપરાના દેવીબેનનું  બેભાન હાલતમાં મોત

પોપટપરા કૃષ્ણનગર-૫ પોસ્ટ ઓફિસવાળી શેરીમાં રહેતાં દેવીબેન ગંગારામભાઇ લોકવાણી (ઉ.૫૦) નામના સિંધી મહિલા ઘરે બિમારી સબબ બેભાન થઇ જતાં ૧૦૮ બોલાવાઇ હતી. તેના ઇએમટી હિરેનભાઇએ તેમને મૃત જાહેર કરતાં પ્ર.નગરના પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડીએ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(12:08 pm IST)