Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટની ટોચની સહકારી બેન્ક રાજ બેન્કનાના ચેરમેન પદે જાણીતા ઉદ્યોગપતિ જગદીશ કોટડિયાની વરણી : સર્વત્ર આવકાર

જગદીશભાઈએ સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક આભાર માન્યો

રાજકોટ : આધારભૂત વર્તુળના જણાવ્યા પ્રમાણે આજરોજ ધ કો-ઓપરેટિવ બેન્ક ઓફ રાજકોટ રાજ બેંક ના હુલામણા નામે ખૂબ જ નામના મેળવેલી બેંક માં આજરોજ બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ માં હાલના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ આવનારા સમયમાં આ બેંક સ્મોલ ફાયનાન્સ બેંક બનવા જઈ રહી છે ત્યારે પરિસ્થિતિને અનુરૂપ ડાયનેમિક તથા એનર્જેટિક તથા કો-ઓપરેટિવ સેક્ટર ના અનુભવી એવા શ્રી જગદીશભાઈ કોટડીયાની વરણી માટે બોર્ડને વિનંતી કરેલ.

અને આ સાથેજ સર્વાનુમતે બધા બોર્ડના સભ્યોએ શ્રી જગદીશભાઈ કોટડીયા અને ચેરમેન રૂપે આવકાર્ય છે. આ તકે જગદીશભાઈ કોટડીયા સર્વે બોર્ડ ઓફ ડિરેક્ટર તથા દરેક સમાજ શ્રેષ્ઠીઓ નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

(6:46 pm IST)