Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

દેવદૂત ડોકટરોની અનોખી સેવા : વોકીંગ વખતે ઢળી પડેલા યુવકને બચાવવા સ્થળ પર સારવાર

સ્ટર્લીંગના ડો. અજીતસિંહ વાઢેર અને અન્ય તબીબની અથાક સારવાર

રાજકોટ, તા. ૧૪ : દેવદૂત ગણાતા ડોકટરો અનેક દર્દીઓને પોતાના જાનના જોખમે બચાવીને જીવનમાં નીમીત બનતા હોય છે. કહેવાય છે કે સમાજમાં ડોકટરોનું સ્થાન ખૂબ ઉંચુ હોય છે. તેથી જ ડોકટરોને દેવના દૂત તરીકે જાણીતા થયા છે.

આજે સવારે રેસકોર્ષ રીંગ રોડ ઉપર વોકીંગ કરતી વેળાએ ઢળી પડેલા ગુલામ હુસૈન નામના એક મુસ્લિમ યુવકને બચાવવા સ્ટર્લીંગ હોસ્પિટલના ડો. અજીતસિંહ વાઢેર અને અન્ય લેડી ડોકટરે કોઈપણ જાતની પરવા કર્યા વિના લાઈફ સપોર્ટીંગ સિસ્ટમ દ્વારા પમ્પીંગ કરવામાં આવેલ.

પમ્પીંગ વખતે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આજે સવારે સ્ટર્લીંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.અજીતસિંહજી વાઢેર રેસકોર્ષ રીંગ રોડ પર વોકીંગ કરતા હતા એ વેળાએ એક યુવકને હૃદયરોગનો હુમલો આવતા તરત જ સમય પારખી ડો.અજીતસિંહ એ પમ્પીંગ ચાલુ કરી દીધુ. એ જ વેળાએ ત્યાંથી પસાર થતાં અજાણ્યા લેડી ડોકટર પણ માઉથ ટુ માઉથ શ્વાસ લેતા થાય એ માટે પ્રયાસોમાં લાગી ગયા. કોરોનાની ભયંકર મહામારી વચ્ચે પણ પોતાના જીવની પરવા કર્યા વિના કોઈપણ ભેદભાવ વગર બીજાને જીવનદાન આપવા માટે માઉથ ટુ માઉથ શ્વાસ આટલી નજીકથી સારવાર આપવી એ ઉમદા કાર્યથી જરા પણ ઓછુ ન કહેવાય. તેથી ડોકટરને દેવદૂત કહેલ છે.  ડો.અજીતસિંહ વાઢેરે જણાવ્યુ કે દરેક લોકોએ બેઝીક લાઈફ સ્પાર્ટની તાલીમ લેવી હિતાવહ છે.

(4:16 pm IST)