Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રેલવે જંકશન પાસેથી ઇરફાન ઉર્ફે જંગો ચોરાઉ એકટીવા સાથે પકડાયો

ભગવતીપરાના શખ્સને પ્રનગર પોલીસે દબોચ્યો

રાજકોટ તા.૧૪ : રેલવે જંકશન મેઇન રોડ પર એન્જોય હોયટલ પાસેથી પ્રગનર પોલીસે બાતમીના આધારે ચોરાઉ એકટીવા સાથે ફકીર શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ ડીસીપી મનોહરસિંહ જાડેજા એસીપી પી.કે. દિયોરાની સુચનાથી પ્રનગર પોલીસ મથકના પી.આઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, તથા અશોકભાઇ હુંબલ  સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ. યુવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે રેલવે જંકશન મેઇન રોડ એન્જોય હોટલ પાસેથી ઇરફન ઉર્ફે જંગો નિઝામુદીન સરવદી (ઉ.વ.ર૦) (રહે. ભગવતીપરા શેરી નં.૧૯)ને ચોરાઉ એકટીવા સથો પકડી લીધો હતો. પુછપરછમાં તેણે આ એકટીવા એક માસ પહેલા માલવીયાનગર પોલીસમ થક હેઠળના વિસ્તારમાંથી ચોર્યાની કબુલાત આપી હતી.

(2:44 pm IST)