Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગાંજા સાથે નારોટીકના ગુનામાં પકડાયેલ ચાર આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૪ : ગાંજા સાથે પકડાયેલા ચારેય આરોપીઓના જામીન અરજી રાજકોટની અદાલતે મંજુર કરી હતી.

રાજકોટ શહેરમાં રહેતા આરોપીઓ (૧) વિરેન્દ્ર ઉર્ફે મહાદેવ ચંદુભાઇ દેસાઇ (ર) કેયુરભાઇ રજનીકાંતભાઇ વાઘેલા (૩) જતીનભાઇ કિશોરભાઇ પંચાસરા (૪) કિશન અશોકભાઇ વાઘેલાને એન.ડી.પી.એસ.એકટની કલમ ૮ (સી), ર૦ (એ), મુજબ માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા ગત તા. ૪-૭-ર૦ર૦ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી. ત્યારબાદ તેઓને જેલ હવાલે કરવામાં આવેલ.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પર્ણકુટીર સોસાયયટી મેઇન રોડ તરફ પહોંચતા એક કાળા કલરના એકટીવા મોટર સાયકલ ઉપર બેઠેલ ત્રણ વ્યકિતઓ જે વાહનની નંબર પ્લેટ વાડી દીધેલ હોય જેથી પોલીસનીગાડી જોઇને ચારેય આરોપીઓ ગભરાઇ જતા વાહનની નંબર પ્લેટ વાડેલી હોય જેથી પોલીસને શ઼કા જતા ગાડી રોકી પુછપરછ કરતા જડપી કરેલ હોય જેમાંથી સદરહું આરોપીઓ પાસેથી ખીસ્સામાંથી જુદી જુદી માદક પદાર્થોની પડીકીઓ મળી આવેલ હોય જેથી પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોની સાથે રાખી ઉપરોકત શંકાસ્પદ સ્થળે ઉપરોકત આરોપીઓ માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાય જતા તેઓની વિરૂધ્ધ માલવીનગર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી), ર૦ (એ), મુજબનો ગુન્હો નોંધી આ કામના આરોપીને અટક કરી ના. કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો.  ત્યારબાદ સ્પે. એન.ડી.પી.એસ. કોર્ટે રાજકોટ દ્વારા આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ હતો. ત્યારબાદ આ કામના આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા ચીફ જયુડી. મેજી.ની કોર્ટમાં જમીન અરજી ગુજારવામાં આવેલ હોય અને આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ કરેલ દલીલો અને રજુ રાખેલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ સિધ્ધાંતો તથા વાડી અદાલતના રજુ રાખેલ  ચુકાદાઓ ધ્યાનમાં રાખી રાજકોટની ચીફ જયુડી. મેજી. ચારેય આરોપીઓને આ ગુન્હા સબબ જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, એમ. એન. સિંધવ, રોકાયેલા હતા.

(2:43 pm IST)