Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સનફલાવર સ્કુલ ફી પ્રશ્ને NSUI હલ્લાબોલ-તાળાબંધી

રાજકોટઃ શહેરની ભકિતનગર સર્કલ પાસે આવેલી સન ફ્લાવર સ્કુલમાં વિદ્યાર્થીઓને ફી ના ભરવા બાબતે ઓનલાઈન શિક્ષણ બંધ કરી દીધાની વાલીઓને ફરીયાદો મળી હતી. NSUIની ટીમ સ્કુલ પર આ બાબતે રજુઆત કરવા પહોંચી હતી કે સરકારના નિયમો પ્રમાણે વાલીઓને ફી માટે દબાણ કે ફી પ્રશ્ને ઓનલાઈન શિક્ષણ બંધ નહી કરી શકે પંરતુ આ સ્કુલના કોઈ જવાબદાર વ્યકિત રજુઆત સાંભળવા કે જવાબ દેવા માટે તૈયાર ન હતા.રાજકોટની અનેક ખાનગી સ્કુલો સંચાલકો ફી માટે દબાણ કરે તો પણ જીલ્લા શિક્ષણ અધિકારી મુકપ્રેક્ષક બની બેઠા હોવાથી NSUI એ સન ફ્લાવર સ્કુલની તાળાબંધી કરી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. તેમજ આ બાબતે ફીની દબાણ કરતી સ્કુલની જીલ્લા શિક્ષણ અધિકારીને ફરીયાદ કરવામા આવશે તેવુ જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુત એ જણાવ્યુ હતુ. કાર્યક્રમમાં NSUIના જીલ્લા પ્રમુખ રોહિત રાજપુત, અભિરાજસિહ તલાટીયા, શનીભાઈ ડાંગર,મોહીલ ડવ,દેવાંગ પરમાર, પાર્થ બગડા, મૌલેશ મકવાણા, મોહમદ સહીત કાર્યકરો જોડાયા હતા.

(2:43 pm IST)