Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

આંબેડકર વિરોધીઓને સજા કરવા આવેદન

રાજકોટઃ અખિલ ભારતીય બૌધ્ધ ધર્મ સંઘ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મહા મુંબઇનું રાજગૃહ જેમા બાબાસાહેબ આંબેડકરના વિરોધીઓ અને અરાજકતા તત્વોને તોડફોડ અને નુકશાન કર્યુ એ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી આવા તત્વોને પકડીને કડકમાં કડક સજા કરવાની માંગણી સાથે કલેકટરને આવેદનપત્ર આપેલ. રાષ્ટ્રીય પ્રમુખ ગૌતમ ચક્રવતી, રાષ્ટ્રીય મહિલા પ્રમુખ મકવાણા શાંતાબેન, ગુજરાત પ્રદેશ પ્રમુખ દેવશીભાઇ દાફડા, ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ અશોકભાઇ વાળા, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ ભાનુબેન રાઠોડ, શહેર મહિલા પ્રમુખ શાંતાબેન વાઘેલા, એમ.આર.ધાંધલભાઇ, અશ્વીનભાઇ દાફડા, નરેન પ્રીયદર્શી, શ્યામ સોલંકી, વાલજીભાઇ ખીમાણી, લવજીભાઇ ચાવડા, ગીતાબેન પરમાર, હમીરભાઇ દાફડા વિગેરેએ સમર્થન કરેલ.

(2:42 pm IST)