Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

રાજકોટ ડેરી મેનેજમેન્ટ દુધ ઉત્પાદકો સાથે કોઇ રમત રમ્યુ નથીઃ કિસાન સંઘના આક્ષેપો ખોટા

સાતડા મહિલા દુધ સહકારી મંડળી લી.ના અનુભાઇ ચાવડાનું નિવેદન

રાજકોટ,તા.૧૪: રાજકોટ ડેરીના મેનેજમેન્ટ દુધ -ઉત્પાદકો સાથે કોઇ રમત રમ્યુ નથી. ભારતીય કિસાન સંઘના આક્ષેપો ખોટો છે તેમ રાજકોટ જીલ્લાના સાતડા ગામની શ્રી સાતડા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળી લી.ના અનુભાઇ ચાવડાએ એક નિવેદનમાં જણાવ્યું છે.

અનુભાઇ ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, ભારતીય કિસાન સંઘ દ્વારા ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા સામે ખોટા અને જુઠાણા આક્ષેપો કરવામાં આવેલ છે. તા. ૧૧/૭ના રોજ જે દુધ ખરીદ ભાવમાં કિલો ફેઠ રૂ. ૬૬૦ ચુકવવાની જાહેરાત થતા ભારતિય કિસાન સંઘના હોદેદારો દ્વારા રાજકોટ ડેરીના મેનેજમેન્ટ સામે કોઇ ગંદા પાણીમાં પથ્થર નાખને ચોટ ઉડાડવાનસ વાત છે. દુધના ભાવ વધવાથી કોઇ દુધ ઉત્પાદકોને નુકસાન નથી. જે દુધ ઉત્પાદકોને મોટો ફાયદો થયેલ છે.તેમજ રાજકોટ ડેરીમાં કોઇ એક તરફી શાસન ચાલતુ નથી. દર માસે રાજકોટ ડેરીનું બોડ મળે છે. જેમાં જે કોઇ નિર્ણય લેવામાં આવે છે તે નિર્ણય બોર્ડ દ્વારા લેવામાં આવે છે. અને બોર્ડ જે કંઇ નકકી કરે તે સર્વાનુમતે મંજુર રાખવામાં આવે છે. તેમજ ખરીદ દુધના ભાવ વધારાને અને સાધારણ સભા સાથે કોઇ નિસલત નથી. જે દુધના ભાવ વધારવામાં આવે છે. તે ભાવ વધવાથી પશુપાલકોને ફાયદારૂપી છે. ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયાનું હિત, ખેડુતલક્ષી તેમજ પશુપાલકોલક્ષીએ છે. અને હાલમાં વધુ ભાવ ચુકવવામાં આવતો હોય તો રાજકોટ ડેરી દ્વારા ગામો ગામ માહિ કંપનીની ડેરી છે. એ તે માહિ ડેરી હાલમાં ખેડૂતોને કિલો ફેટના ૬૨૦ રૂ. ચુકવે છે. તો તેની સામે આક્ષેપો થવા જોઇએ અને એમની સાથે લાલ આંખ થવી જોઇખે. એવું સાતડા દુધ મંડળીના પ્રમુખ અનુભાઇ ચાવડાએ જણાવેલ છે. વધુમાં જણાવેલ કે ગોવિંદભાઇ રાણપરીયા સામે ખોટો આક્ષેપો કરનારનું એક ટકા પણ નહીં ચાલે રાજકોટ ડેરી એક સહકારી સંસ્થા છે. અને પુશપાલકો એના સભ્ય છે. અને ડેરીના ચેરમેન ગોવિંદભાઇના શાસનથી રાજકોટ ડેરી એક અનોખી કામ કરી રહી છે.

ચુંટણીઓ નજીક આવતી હોય ત્યારે આવા ખોટા આક્ષેપો થતા હોય છે એવુ અકિલા પ્રેસને જણાવેલ છે. જેથી ગોવિંદભાઇ રાણપરીયા સામે આક્ષેપ કરવામાં આવે છે . તે તદ્દન ખોટા આક્ષેપો છે જે ખોટી બદનામી કરવાની વાત છે. અને માણસોને ગેરમાર્ગે દોરવાની વાત છે. તેમ અનુભાઇ ડી.ચાવડાએ જણાવેલ છે.

(2:40 pm IST)