Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

RMCના 3 BHK યોજનાને નબળો પ્રતિસાદઃ ૪૦૦ જેટલા ફલેટ ખાલી રહી જશે?

મવડી, વિમલનગર, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં ૧૨૬૮ આવાસોનું નિર્માણ પામશેઃ ૩૨૩૮ ફોર્મ ઉપડયાઃ માત્ર ૮૩૮ ફોર્મ પરત આવ્યા

રાજકોટ,તા.૧૪: મ્યુ.કોર્પોરેશન દ્વારા નાના મવા, વિમલનગર, મવડી સહિતના વિસ્તારમાં બની રહેલ MIG કેટેગરીના ૧૨૬૮ ફલેટ સામે ૩૨૩૮ ફોર્મ ઉપડયા હતા. જેની સામે માત્ર ૮૩૮  ફોર્મ પરત આવ્યા છે. આમ

  મહાનગરપાલિકા દ્વારા EWS-2 542, LIG - 1268, MIG - 1268 આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. જેના અનુસંધાને MIG આવાસના ફોર્મ તા.૧૭માર્ચ સુધી મેળવવાનો અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. ત્યારબાદ કોરોના વાયરસની મહામારીના કારણે જે સમગ્ર દેશમાં લોકડાઉન હતું. જેના કારણે ફોર્મ મેળવવા કે પરત આપવા માટે વિશેષ મુદત વધારો આપી શકાયેલ નહી. જેથી જે લોકો પાસે પોતાનું ઘરનું ઘર નથી તેવા વધુ ને વધુ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકે તે માટે MIG આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે વિશેષ તા.૧૫જૂન થી તા.૧૦જૂલાઇ સુધી મુદત લંબાવવામાં આવી હતી.

૧૦ જુલાઇ સુધીમાં  કુલ ૩૨૩૮ ફોર્મ ઉપડયા હતા. તેની સામે માત્ર ૮૩૮ ફોર્મ અરજદારો દ્વારા ભરીને આવ્યા છે.

આમ મ્યુ.કોર્પોરેશનની ૩ બીએચકે યોજનાનો નબળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે હજુ ૪૦૦ જેટલા ફલેટનો ફોર્મ બાકી રહી ગયા છે.

કયા -કયા વિસ્તાર

MIG પ્રકારના ૧૨૬૮ આવાસ પૈકી, જયભીમનગર પાસે, હેવલોક એપા. સામે, નાનામવા ખાતે ૨૬૦, વસંત માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ખાતે ૨૮૮, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઓસ્કારગ્રીન સિટીની બાજુમાં ૪૪૮, અને સેલેનીયમ હાઈટ્સની સામે, મવડીથી પાળ રોડ ખાતે ૨૭૨ આવાસ બનનાર છે.

(2:40 pm IST)