Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ. ૧-૩-૫ અને ૬ સેમેસ્ટરમાં ATKTના છાત્રોની પરીક્ષા લેવાશે

ATKTવાળા છાત્રોની પરીક્ષા ૩૦ સપ્ટે. સુધીમાં લેવાશે અને ૧૫ ઓકટો સુધીમાં પરીણામ જાહેર થશે

રાજકોટ તા. ૧૪ : કોવિડ-૧૯ની મહામારીના પગલે સમગ્ર દેશમાં શિક્ષણનું સમયપત્રક ખોરવી નાખ્યું છે. જ્યારે અગાઉ પરીક્ષા લેવાયેલ વિદ્યાર્થીઓને ઉપલા ધોરણ અંગે ભારે અનિચ્છતા પ્રવર્તે છે. ત્યારે હવે યુજીસીની ગાઇડલાઇન મુજબ યુનિવર્સિટી આગળ વધી રહી છે.

જાણવા મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુજીસીની માર્ગદર્શિકા પ્રમાણે હવે સેમ. - ૧-૩-૫ અને ૬ સેમેસ્ટરમાં ATKT ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું આયોજન શરૂ કર્યું છે.

યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ સેમ. - ૧-૩-૫ અને સેમ.-૬ના ATKTવાળા છાત્રોની પરીક્ષા ૩૦ સપ્ટેમ્બર સુધીમાં લેવાઇ જશે અને ૧૫ ઓકટોબર સુધીમાં પરીણામ જાહેર કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી BA સેમ. ૬માં ૯૬૪, B.com ૧૨૫૦, BSC ૩૦૦ મળી અંદાજે ૪ હજાર છાત્રોને ATKT આવી હતી.

(12:52 pm IST)