Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ડાન્સથી ઇમ્યુનિટી પાવરફુલ થાય : રૂપેશભાઈ

સુરભી ડાન્સ એકેડમીના ઓનર રૂપેશભાઇ દ્વારા ઓનલાઇન ડાન્સ કલાસ : દરરોજ ૪૦ મિનિટ ઓનલાઇન ડાન્સ કલાસઃ પાંચથી ૬૦ વર્ષની વયના લોકો ડાન્સ શીખે છે : બે મહિનાનો કોર્ષ : બેંગલોર, લંડન, અમેરિકાના લોકો પણ જોડાયેલા છે

રાજકોટ, તા. ૧૪ : મહામારીસમયમાં ઇમ્યુનિટી પાવરફુલ કરવાનો પ્રચાર ખુબ થાય છે. આ માટે નૃત્યકલા પણ ઉપયોગી છે. રાજકોટ સ્થિત સુરભી ડાન્સ એકેડમીના ઓનર રૂપેશભાઇ ત્રિવેદીએ 'અકિલા' જણાવ્યું હતુ કે, ડાન્સ થી પણ ઇમ્યુનિટી વધારી શકાય છે.

રૂપેશભાઇ મૂળ મુંબઇના છે. અને વેસ્ટર્ન ડાન્સ તથા ફિટનેશ એકટીવીટીના નિષ્ણાંત છે. તેઓએ અંદાજીત ૩૦૦૦ છાત્રોને અલગ-અલગ ડાન્સ ફોર્મ શીખવ્યા છે.

રૂપેશભાઇએ બોલિવુડના નામાંકિત કોરિયોગ્રાફર ગણેશ આચાર્યા, સરોજખાન, ધર્મેશ, રાઘવ જુયાલ જેવા નામાંકિત પાસેથી બેસ્ટ કોરિયોગ્રાફી, બેસ્ટ ડાન્સના એવોર્ડસ પ્રાપ્ત કર્યા છે.

રૂપેશભાઈ કહે છે કે મહામારી અને લોકડાઉનના કારણે ડાન્સના ઓનલાઇન કોર્ષ ચાલે છે. હાલ બે મહિનના કોર્ષ સૌથી વધારે ચાલે છે. જેમાં યોગા અને જુમ્બા પ્રયોગ સૌથી વધારે લોકપ્રિય છે. આ ડાન્સથી ઇમ્યુનિટી વધે છે. ડાન્સ કરવાથી શરીરના દરેક સ્નાયુ સક્રિય બને છે. અને પરસેવો થવાથી ટોકસીન્સ બહાર નીકળે છે. દરોજજ ૪૦ મિનિટ ઓનલાઇન ડાન્સ કલાસ ચાલે છે. જેમાં પાંચ વર્ષોથી માંડીને ૬૦ વર્ષ સુધીના લોકો જોડાયેલા છે. રાજકોટ-સૌરાષ્ટ્ર ઉપરાંત બેંગ્લોર-લંડન-અમેરિકાના લોકો ઓનલાઇન ડાન્સના પ્રયોગ કરે છે.

સુરભી ડાન્સ એકેડમી રાજકોટમાં પ્રતિ વર્ષ ડાન્સ શો કરે છે. રૂપેશભાઇ કહે છે કે, નૃત્યકલા મને ગોડ ગિફટ રૂપે પ્રાપ્ત થઇ છે. હું ભોળાનાથનો ભકત છું શિવજી નટરાજ સ્વરૂપ છે. અમે વેસ્ટર્ન ડાન્સમાં સતત અપડેટ થતા રહીએ છીએ.

સુરભી ડાન્સ એકેડમી મેરેજ ફંકશન જેવા પ્રસંગોએ પણ સેવા પૂરી પાડે છે. રૂપેશભાઇ શકિતકપુર, અસરાની વગેરે કલાકર સાથે કામ કરી ચુકયા છે.

તેઓ સેવા ભાવથી મુક બધીર લોકોને પણ ડાન્સ શીખવે છે. અને  સ્ટેજ પર તેઓ ને તક પણ આપે છે.

સુરભીમાં રૂપેશભાઇ જીવનસાથી રિધ્ધી ત્રિવેદી તથા અન્ય નિષ્ણાંતો રોહિત થાપા, તુષાર અગ્રવાલ વગેરે પણ સેવા આપે છે.

ડાન્સ અંગે વધારે વિગતો માટે સુરભી ડાન્સ એકેડમી સ્વરિતક સોસાયટી મેઇન રોડ વિવેકાનંદ હોલ પાસે, આમ્રલપાલી ક્રોસિંગ રાજકોટ. (મો. ૯૯૧૩૫૫૧૪૨૧ / ૯૬૬૨૩૧૦૫૫૫)

(11:42 am IST)