Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

કોરોનાને કાબુમાં લેવા માટે સ્ટ્રેટર્જી બનાવવામાં આવી છે : જયંતિ રવિ

રાજકોટ શહેર જિલ્લામાં ઈન્ટેલીજન્સ સર્વે કરવાની સુચના : રાજકોટ - અમદાવાદ - સુરતમાં વધુને વધુ ટેસ્ટ લેવાઈ રહ્યા છે : જે વિસ્તારોમાં કેસો વધુ આવશે ત્યાં પીળા કલરના સાઈનબોર્ડ મુકાશે : અન્ય જિલ્લાઓની સરખામણીએ રાજકોટની સ્થિતિ સારી : ધનવંતરી રથ મારફત ઘરે - ઘરે ખાસ સર્વે કરાશે

રાજકોટ : રાજકોટમાં રાજયમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ કહ્યું હતું કે રાજકોટ,અમદાવાદ અને સુરતમાં વધુ ને વધુ ટેસ્ટ લેવાઈ રહ્યાં છે ,જયંતિ રવિએ એમ પણ જણાવ્યું હતું કે રાજયના અન્ય જિલ્લાની સરખામણીએ રાજકોટની સ્થિતિ સારી છે એની પાછળ દરેક તંત્ર દ્વારા લેવાયેલ પગલાં અને લોકોની જાગૃતિને કારણે સ્થિતિ સારી હોવાનંુ ગઈસાંજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું.

આ ઉપરાંત આરોગ્ય સેવા અંતર્ગત જે વિસ્તારોમાં કોરોના ના કેસો આવે તે વિસ્તારમાં પીળા કલરના અને લાઈટ બ્લુ કલરના ખાસ સાઈન બોર્ડ મુકાશે.

આ ઉપરાત ધનવનતરી રથ મારફત ઘરે ઘરે ખાસ સર્વે..સામાન્ય અસર હોય તેને હોમ આઇસોલેશન કે નવા કોવિડ કેર સેન્ટરમાં તાકીદ ની સારવાર કરાશે. ધનવતરી રથ મારફત લોકો ની રોગ પ્રતિકારક શકિત વધારવા ના સફળ પ્રયાસો કરાશે

તેમણે એમ પણ કહ્યું હતું કે સ્વીઝરલેન્ડ ની કમ્પની રોસ કંપની ની ૪૦ હજાર ની દવા પણ રાજય સરકારે કોરોના ને મ્હાત કરવા મગાવી છે.

સરકાર દ્વારા આરોગ્ય સચિવ ને ત્રણ જિલ્લા રાજકોટ જામનગર અને સુરેન્દનગર નો હવાલો સોપાયો છે.

રાજય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય બેઠકમાં કોરોના પર કાબુ મેળવવા ખાસ સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવી હોવાનું આરોગ્ય સચિવે જણાવ્યું હતું. જેમાં ખાસ કરીને ડોર ટુ ડોર સર્વેલન્સ, જેમાં કોઈ ચિન્હો જણાય તો તેમને સારવાર, ધન્વંતરિ રથ દ્વારા ગામેગામ લોકોનું પરીક્ષણ અને નિદાન તેમજ ઈતિહાસ સોફ્ટવેરની એપ દ્વારા વિવિધ સ્પોટ નક્કી કરી કેસ હિસ્ટ્રી પરથી કોરોના સંક્ર્મણ ઘટાડવા ખાસ એકશન લેવા અંગે વિવિધ પગલાંઓ અમલી બનાવ્યા છે. જેમાં જાગૃતિ, સંક્રમણને અટકાવવાના પગલાં તથા સંક્રમીતોને ત્વરીત સારવાર એમ ત્રણ સ્તરીય કામગીરી કરી કારોના સંક્રમણને નાથવાની પ્રયોજના અમલી બનાવી છે.

શ્રીમતી રવિએ હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ અને માનવ સંસાધન પર ખાસ ભાર મૂકી જરૂરી માહિતી મેળવી હતી. તેમણે રિવર્સ કવોરેન્ટીન કોન્સેપટ અંગે ખાસ ધ્યાન દોરી જણાવ્યું હતું કે, ઘરમાં મોટી ઉંમરના તેમજ ગંભીર રોગ ધરાવતા લોકોને દ્યરમાં જ કવોરેન્ટીન કરવા ખાસ ભાર મુકયો હતો. આ ઉપરાંત હોમ આઇસોલેશન થકી માઈક્રો અને મોડરેટ લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે બેઠા જ સારવાર મેળવી શકશે. તેઓએ ઓકસીમિટર ડિસવાઈસ દ્વારા ઓકિસજન લેવલ થકી સંક્રમિત વ્યકિતને ઓળખી કાઢવામાં સરળતા રહેતી હોઇ દરેક સર્વેલન્સ ટીમ ઓકસીમીટર સાથે રાખી કાર્ય કરે તેમ સુચવ્યું હતું.

અગ્ર સચિવશ્રીએ હાલ રાજકોટ ખાતે સરકારી તેમજ પ્રાયવેટ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી તથા જરૂરીયાત અન્વયે વધારે બેડની સુવિધા વધારાશે તેમ જણાવ્યું હતું. હાલ ૭૭૦ બેડની વ્યવસ્થા ઉપલબ્ધ છે તથા ૯૫૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.  આ ઉપરાંત વધારાના વેન્ટીલેટર અને અન્ય માળખાકીય તથા સાધનીક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારી દર્શાવી હતી.

આ તકે શ્રીમતી જંયતી રવિએ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા પ્રથમ કેસ આવ્યા ત્યારથી આજદિન સુધી કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત લોકોને વધુને વધુ જાગૃત રહેવા અને સાવચેતીના માર્ગદર્શક પગલાને અનુસરવા અપીલ કરી હતી.

આ પ્રંસગે કલેકટરશ્રી રેમ્યા મોહન, ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસીયા,નિવાસી અધિક કલેકટરશ્રી પરીમલ પંડયા, મેડીકલ કોલેજના ડિન ડો. ગૌરવી ધ્રુવ, લાયઝન અધિકારી ડો. દિનકર રાવલ, ડો. રૂપાલી મહેતા, ડો. મનીષ મહેતા, ડો. મિતેષ ભંડેરી, ડો. રિંકલ વિરડીયા, ડો. શોભા મિશ્રા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:39 am IST)