Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મુખ્યમંત્રીના હસ્તે રૂ. ૧૮.૯૫ કરોડના ત્રણ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ તેમજ રૂ. ૪૯.૯૩ કરોડના ખર્ચે તૈયાર થનાર બે પ્રોજેકટનું ઇ-ખાતમુહૂર્ત કરાયું

રાજકોટે દુનિયાના ફાસ્ટ ગ્રોઇંગ સિટીમાં નામના મેળવી : કોરોના મહામારી સામેની લડત સાથે સાથે વિકાસકૂચ પણ આગળ વધી રહી છે : વિજયભાઇ

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દૂધસાગર રોડ આજી નદી પર રૂ.૩.૨૫ કરોડના ખર્ચે બનવવામાં આવેલ હાઈલેવલ બ્રિજ, રૂ.૧૫ કરોડના ખર્ચે હિંગળાજ નગર આવાસ યોજના (પી.પી.પી.) પાર્ટ-૧ તથા સ્માર્ટ સિટીના પાન સિટી પ્રોજેકટ અંતર્ગત રૂ.૭૦ લાખના ખર્ચે બનાવવામાં આવેલ સ્માર્ટ બસ સ્ટોપ (૧૦)નું ઈ-લોકાર્પણ તેમજ વોર્ડ નં.૧૨ મવડી વિસ્તાર જેટકો ચોકડી ખાતે રૂ.૪૨.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૫૦ એમ.એલ.ડી. ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આજીડેમ પાસે રૂ.૭.૬૮ કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની કામગીરીનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે વિવિધ સ્થળોએ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયા હતા.

રાજકોટ તા. ૧૪ : શહેરની પ્રજા, નાગરિકોને અપેક્ષા અને આકાંક્ષા મુજબ રાજકોટ મહાનગરપાલિકાએ સર્વાંગી વિકાસ કરીને વિશ્વના ફાસ્ટ ગ્રોઈંગ સિટીતરીકેની વિશેષ ઓળખ અપાવી છે. રાજકોટ મહાનગરપાલિકા કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે પણ તેની વિકાસયાત્રા હાથ ધરીનેઅનેક સોપાનોસર કર્યા છે. તે બદલ રાજકોટની જનતાને અભિનંદન આપતાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના હસ્તે ગાંધીનગરખાતેથી વિવિધ ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત રૂપિયા ૧૮.૯૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા વિકાસકામોના વિવિધ ત્રણ પ્રોજેકટનું ઈ-લોકાર્પણ કહ્યું હતું. જયારે રૂપિયા ૪૯.૯૩ કરોડના ખર્ચે આગામી સમયમાં નિર્માણધીન બે પ્રોજેકટનું ઈ-ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા રૂપિયા ૧૮.૯૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ત્રણ પ્રોજેકટમાં આજી નદી ઉપર હયાતબ્રિજની બાજુમાં નવો હાઈલેવલ બ્રિજ, હિંગળાજનગરના આવાસ યોજના પીપીપી ભાગ-૧માં ૧૪૫ આવાસો, ૦૮ દુકાનો અને ૧૦ સ્માર્ટબસ સ્ટોપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ મનપા દ્વારા આગામી સમયમાં રૂપિયા ૪૯.૯૩ કરોડના ખર્ચે નિર્માણધીન વિકાસકામોમાં આજીડેમ નજીક અર્બન ફોરેસ્ટ વિકસાવવું અને જેટકો ચોકડી પાસે સ્કાડા ટેકનોલોજી ધરાવતો ૫૦ M.L.D. ક્ષેમત્વનો વોટરટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ હેડ વર્કસ બનાવામાં આવશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, અગાઉ આજી નદીમાં પૂર આવતું હતું તેના કારણે જાનહાનિ થતી હતી, હવે આજી નદી ઉપર નવા હાઈલેવલબ્રિજના નિર્માણથી ઘોડાપૂરમાં લોકો સાથે અવર-જવર કરી શકશે. આ સાથે આજી ડેમ ઉપર અર્બન ફોરેસ્ટના નિર્માણથી રાજકોટનાનગરજનો પ્રકૃતિને માણી શકશે. રાજકોટની જનતા માટે હરવા-ફરવાનું નવું આકર્ષણ બનશે.

આ અવસરે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સરકાર કોરોના મહામારી સામેની લડાઈ સાથે વિકાસની દિશા તરફ પણ આગળ વધી રહેલ છે. આજરોજ શહેરમાં રૂ.૬૮.૮૮ કરોડના ખર્ચે ૦૩ પ્રોજેકટનું ઈ-લોકાર્પણ અને ૦૨ પ્રોજેકટનું ઈ-ખાતમુહુર્ત કરવામાં આવેલ. શહેરને અર્બન ફોરેસ્ટની સુવિધા મળે તે માટે ગત ૨જી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રીના જન્મદિને વૃક્ષારોપણનો શુભારંભ કરાયેલ.

આ અવસરે સાંસદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, બાંધકામ કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, બાગ બગીચા અને ઝુ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, વોટર વર્કસ કમિટી ચેરમેન દેવરાજભાઈ મકવાણા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, તેમજ કોર્પોરેટરો શિલ્પાબેન જાવિયા, રૂપાબેન શીલુ, જયોત્સનાબેન ટીલાળા, અશ્વિનભાઈ ભોરણીયા, જાગૃતિબેન ઘાડિયા, રાજુભાઈ અઘેરા, મુકેશભાઈ રાદડિયા, સજુબેન કળોતરા, દેવુબેન જાદવ, હિરલબેન મહેતા, મીનાબેન પારેખ, કશ્યપભાઈ શુકલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આકાશવાણી ચોક, સ્માર્ટ બસ પોર્ટ ખાતે વોર્ડ નં.૯ના પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, પ્રભારી ડો.ગીરીશભાઈ ભીમાણી, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, વોર્ડ નં.૦૯ના શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા, વોર્ડ નં.૧૦ના પ્રમુખ રજનીભાઈ ગોલ, પ્રભારી ડો.માધવભાઈ દવે, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, તેમજ અગ્રણી મનહરભાઈ બાબરીયા, પરેશભાઈ હુંબલ, આસી.કમિશનર શ્રી ધડુક, શ્રી કુકડીયા, આસી.મેનેજર વિવેકભાઈ મહેતા, ચુનારાવાડ બ્રીજ ખાતમુહુર્ત યુવા ભાજપ શહેર મંત્રી પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૦૬ પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વિરમભાઈ રબારી, લઘુમતી મહામંત્રી શહેર યાકુબ ખાન પઠાણ, શહેર ભાજપ ઉપપ્રમુખ મનીષભાઈ ભટ્ટ, વોર્ડ નં.૦૭ પ્રમુખ રમેશભાઈ દોમડીયા, મહામંત્રી અનિલભાઈ લીંબડ, શહેર ભાજપ ઉપપ્રમુખ રાબીયાબેન, આગેવાન શામજીભાઈ ચાવડા, જયશ્રીબેન સોલંકી, સવિતાબેન ડાભી, દેવજીભાઈ ખીમસુરીયા, પાંચાભાઈ વજકાણી, વોર્ડ નં.૧૫ પ્રમુખ સોમભાઈ ભાલીયા, મહામંત્રી મહેશભાઈ બથવાર, રત્નાભાઈ મોરી, નયનાબેન પેઢડીયા, મનસુખભાઈ જાદવ, અનિલભાઈ પારેખ, પુનીતાબેન પારેખ, ગેલાભાઈ રબારી, મહેશભાઈ અઘેરા, હિંગળાજનગર આવાસ લોકાર્પણ વોર્ડ નં.૦૮ પ્રભારી નીતિનભાઈ ભૂત, પ્રમુખ અશ્વિનભાઈ પાંભર, મહામંત્રી કાથડભાઈ ડાંગર, શિક્ષણ સમિતિ સભી અલ્કાબેન કામદાર, કિરણબેન માકડિયા, રઘુભાઈ ધોળકિયા, મહેશભાઈ રાઠોડ, તેજશભાઈ જોષી, જેટકો ચોકડી ફિલ્ટર પ્લાન્ટ ખાતમુહુર્ત વોર્ડ નં.૧૧ પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, દિવ્યાબા જાડેજા, કંચનબેન મારડીયા, નરશીભાઈ કાકડિયા, વોર્ડ નં.૧૨ પ્રમુખ રસિકભાઈ કાવઠીયા, મહામંત્રી મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, ડી.એમ.સી. એ.કે. સિંઘ, એ.એમ.સી. જે.પી. રાઠોડ, એડીશનલ સીટી એન્જીનીયર એમ.આર. કામલીયા, આજીડેમ પાસે અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટ ખાતમુહુર્ત વોર્ડ નં.૧૬ પ્રમુખ ભાર્ગવભાઈ મિયાત્રા, પ્રભારી જીણાભાઇ ચાવડા, મહામંત્રી જીતુભાઈ સિસોદીયા, લીનાબેન રાવલ, પ્રવીણભાઈ કિયાડા, મોનીકાબેન ગાજીપરા, વોર્ડ નં.૧૮ પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા, રવિભાઈ હમીરપરા, સીટી એન્જીનીયર કે.એસ. ગોહેલ, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન કે.ડી.હાપલીયા, એ.એમ.સી. એચ.કે.કગથરા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સ્વાગત પ્રવચન મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ. આભારવિધિ બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ.

(4:21 pm IST)