Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સાંજે રાજકોટમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : આશાપુરા મેઈન રોડ, એચ. જે. દોશી હોસ્પિટલ પાસે અને રાજનગર સોસાયટી, નાનામૌવા રોડ પર ના 2 પુરુષો અને 1 મહિલાને વળગ્યો કોરોના : આજના કુલ 21 કેસ સાથે શહેરના અત્યાર સુધીના કુલ 417 કેસ થયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે સાંજે રાજકોટમાં વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં બપોરે ૧૨:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં વધુ ૩ (ત્રણ) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેની વિગત નીચે મુજબ છે:

(૧) બિન્દુબેન કમલેશભાઈ દેસાઈ (૬૩/સ્ત્રી)

સરનામું : રસ્તન હાઉસ, આશાપુરા મેઈન રોડ, ૪૪-પ્રહલાદ પ્લોટ. રાજકોટ

(૨) સંદિપકુમાર હસમુખભાઈ બારોટ (૩૩/પુરૂષ)

સરનામું : નાગેશ્વર કોમ્પલેક્ષ, બીજો માળ, એચ. જે. દોશી હોસ્પિટલ પાસે, રાજકોટ

(૩) મિતુન અશ્વીન દાફડા (૩૫/પુરૂષ)

સરનામું : શાસ્ત્રીનગર મેઈન રોડ, રાજનગર સોસાયટી, નાનામૌવા રોડ, રાજકોટ

--------------------------------------

*રાજકોટ શહેરના કુલ કેસની વિગત*

કુલ કેસ : ૪૧૭

સારવાર હેઠળ : ૨૦૭

(9:45 pm IST)