Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ગેરકાયદે ચાલતી લેબોરેટરી બંધ કરવા સુપ્રીમનો આદેશઃ ગુજરાત માં ૪૯૬ આવી લેબોરેટરી હોવાની ફરીયાદ

રાજકોટ તા ૧૪ : ના. સુપ્રિમ કોર્ટે ગેરકાયદેસર લેબોરેટરી બંધ કરવા તા. ૧૨/૧૨/૨૦૧૭ નારોજ ઐતિહાસિક ચુકાદો આપેલ છે.

તમામ પેથોલોજી રિપોર્ટમાં એમ.ડી. અથવા ડી.સી.પી. પેથોલોજીસ્ટની સહિ હોવી જરૂરી છે. બી.એસ.સી., ડી.એમ.એલ.ટી., એમ.એલ.ટી., એમ.એસ.સી. તથા પી.એચ.ડી. ડિગ્રીવાળી તમામ લેબોરેટરીના રિપોર્ટ હવે ગેરકાયદેસર છે.

આ ઐતિહાસિક ચુકાદાને ગેરકાયદેસર લેબોરેટરીના સંચાલકો દ્વારા રિવ્યુ પિટીશન દાખલકરવામાં આવેલ અને ઉપરોકત ચુકાદાને પડકારવામાં આવેલ. પરંતુ અંતે સત્યનો વિજય થયો. ના. સિનીયર ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગોઇ નીપેનલ જજે  રિવ્યુ પિટીશન ડિસમીસ કરી દીધી.કાનુની કોઇ ગ્રાઉન્ડ ન હોવાથી રિવ્યુ પીટીશન ન ેતા. ૧૦/૦૭/૨૦૧૮ ના રદ કરવામાં આવેલ છે. માત્ર સમય પસાર કરવા ટેકનિઞયનો દ્વારા આવી રિવ્યુ પીટીશન કરવામાં આવેલ.

તંત્રની મીલીભગતને કારણે સુપ્રિમ કોર્ટનો ચુકાદો હોવા છતા ગુજરાતમાં મોટા પ્રમાણે જન આરોગ્ય માટે જોખમી ગેરકાયદેસર લેબોરેટરી ચાલે છે.ગુજરાત પોલીસ વડાને ૪૯૬ જેટલી ગેરકાયદેસર લેબોરેટરી (૪૦ શહેરની) નામ, સરનામા, આધાર પુરાવા સાથે પોલીસ ફરીયાદ કરવામાં આવેલી. ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એકટ ૧૯૬૩ કલમ ૩૦,૩૧ અને ૩૫ હેઠળ કોગ્નીઝીબલ ગુનો બને છે. પોલીસ વડા એ ગંભિરતા જોતા તાત્કાલીક કાર્યવાહી કરવા પોલીસ અધિકારી નેલેખીત ઓર્ડર આપેલ. જેતપુરમાં એકની ધરપકડ કરી લેબોરેટરીનો સામાન જપ્ત કરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપરથી દબાણ આવી જવાથી આગળ કોઇ કાર્યવાહી કરવામાં આવેલ નહિ.

સરકારમાં મુખ્યમંત્રીશ્રી, આરોગ્યમંત્રીશ્રી, આરોગ્ય સચિવશ્રી, ઙિએચ.ઓ., કલેકટરશ્રી ને પણ અનેક વખત રજુઆત કરવા છતા ગેરકાયદેસર લેબોરેટરી સામે સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટનો હુકમ હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તેથી ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયધીસશ્રી રેડ્ડી ની કોર્ટમાં કન્ટેમ્ટ પીટીશન દાખલ કરવામાં આવેલ છે જેની સુનાવણી ઓગષ્ટ મહિનામાં છે.(૩.૧૧)

(4:04 pm IST)