Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ત્રણ દેશોની આધ્યાત્મિક યાત્રા બાદ શ્રુત પ્રજ્ઞજી ઓગસ્ટમાં રાજકોટમાં

૧૫ શહેરમાં કાર્યક્રમો આપ્યાઃ શિકાગો જૈન સંઘના વાર્ષિક કાર્યક્રમમાં ૮૦૦ યુવાઓને યોગના પ્રયોગો શીખવ્યા

રાજકોટ, તા.૧૪:  પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન, રાજકોટના પ્રમુખ અને યોગ સાધક સમણ શ્રુતપ્રજ્ઞજી હમણાં વિદેશ યાત્રા પર છે. ત્રણ મહિનામાં તેઓએ લંડનમાં 'નિર્વાણા'માં ચેતના અને દિલેશન નિવાસ સ્થાને શિબિર યોજી હતી. નવનાત વણિક સંઘમાં યોગ કલાસ અને પ્રવચન આપ્યું હતું. વિનુભાઇ કોટીચાના ગ્રુપમાં પણ સત્સંગ કરાવ્યો હતો. ત્યારબાદ તેઓ અમેરિકામાં સિનસિનાટી, ડેટન, કિલવલેન્ડ, ડેનવર, મેમ્ફિસ, વિચિતા, ઓસ્ટીન, હ્યુસ્ટન , રાલે, એટલાન્ટા વગેરે પંદરથી વધુ શહેરોમાં ધ્યાન યોગની શિબિરો યોજી હતી અને પ્રવચનો આપ્યા હતા. શિકાગોમાં જૈન સંઘની વર્ષગાઠમાં ભાગ લીધો હતો અને યુવાનોના સંમેલનમાં ૮૦૦થી વધુ યુવાનોને પ્રવચનો આપ્યો હતા અને પ્રાણ યોગના પ્રયોગો શીખવ્યા હતા.

ઓસ્ટીન-ટેકસાસમાં જુલાઇની તા.૧૪ અને ૧૫ના યોજનાર નવ મંદિરની પ્રતિષ્ઠામાં ભાગ લેશે. ત્યાથી સમણજી પનામાં સીટીમાં પ્રાણ યોગ અને ધ્યાનની શિબિરનું આયોજન કરેલ છે ે તેમાં આરોગ્યના રહસ્ય પર શિબિરના માધ્યમે જ્ઞાન ધ્યાન શીખવશે. શિકાગોથી તેઓ તા.૩ જુલાઇના લંડન માટે રવાના થશે. અને ત્યાં પાંચ દિવસ વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લેશે. તા.૫ ના તેઓ રાજકોટ પહોંચશે. આ યાત્રાને સફળ બનાવવામાં વેનકૂવરના ઉષાબેન અને મહેન્દ્રભાઇ, મેમફિસનાં ચંચલાબેન અને વિનયભાઇ, શિકાગોના અતુલભાઇ અને વિપુલભાઇ, ડેનવરના ચિરાગભાઇ અને કેતનાબેન શાહ, સિનસિનાટીના અશ્વિનભાઇ અને કલ્પનાબેન, ડેટના સુરેખાબેન અને કમલેશભાઇ, વિચિતાના તુપ્તિબેન શેઠ, લાસવેગાસના નીતા અને જલ્દીપભાઇ દૌલતનો વિશેષ સહયોગ મળ્યો હતો. આ વખતે સમણ શ્રુતપ્રજ્ઞજી પર્યુષણ પર્વની આરાધના સપ્ટેમ્બરમાં મલેશિયાના કવાલાલમપૂરમાં કરાવવાના છે.(૨૨.૧૧)

(4:04 pm IST)