Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજીનું શહેર ભાજપ દ્વારા સ્વાગત

સોમનાથ ખાતે ચાલી રહેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકારીણી બેઠકમાં ઉપસ્થિત રહેવા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી પધારી રહ્યા છે ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકું રોકાણ કર્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ બુકે અને શાલથી સન્માન કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ જુનાગઢ ભાજપ અગ્રણી ગીરીશભાઇ કોટેચા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રબંધક તરીકે મયુરભાઇ શાહ સાથે રહ્યા હતા.

(4:00 pm IST)