Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કાર્યક્રમોની પૂર્વ તૈયારી અર્થે ટીમ ભાજપની મીટીંગ

શહેર ભાજપ પ્રમુખ કમલેસ મિરાણીની આગેવાનીમાં અને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારીયા, શહેરભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, રાષ્ટ્રીય અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ યુવા ભાજપ મહામંત્રી નેહલ શુકલની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી શ્રેણીબધ્ધ કાર્યક્રમોની તૈયારીના ભાગરૂપે એક બેઠક યોજાઇ હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્તિતિમાં પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય ખાતે ગુજરાતભરના  મહાનગર અને જિલ્લા ભાજપના આગેવાનોની એક બેઠક યોજાઇ હતી. જેમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અનેકવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવી હતી. જેમાં ખાસ કરી ગુરૂપૂર્ણિમા, વૃક્ષારોપણ, મન કી બાત, રક્ષાબંધન, અનુ.જાતિ મોરચા દ્વારા શકિતકેન્દ્રોમાં વિસ્તારક યોજના, જળપૂજન,ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી રોગચાળો ન ફેલાય તે માટે વોર્ડવાઇઝ ઉકાળા વિતરણ તેમજ મેડીકલ કેમ્પ, સદસ્યતા વૃધ્ધિ અભિયાન સાથોસાથ છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ યોજનાઓના લાભ મળે તેવા હેતુથછી સેવાસેતુ કેમ્પ, ભાજપના આગેવાનો દ્વારા વિસ્તારક યોજના તેમજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મજયંતી અંતર્ગત વિસ્તારક યોજના સહીતના અનેકવિધ કાર્યક્રમો ભાજપ દ્વારા યોજાશે. બુથથી લઇ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ જોડાય તે અંગે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ અને આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી. બેઠકમાં શહેર ભાજપના હોદેદારો, તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિ સદસ્યો તેમજ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ તેમજ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ સંભાળેલ હતી.

(4:00 pm IST)