Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

'અહિં કેમ બેઠો છો'કહી નિકુંજ વઘાસીયાને છરી ઝીંકાઇ

દોઢસો ફુટ રોડ પર બનાવઃ બે શખ્સો સામે ફરિયાદ

રાજકોટ તા ૧૪ : દોઢસો ફુટ રીંગ રોડ પર તપોવન સ્કુલ સામે 'અહીં કેમ બેઠો છો' કહી પટેલ યુવાનને બે અજાણ્યા શખ્સોએ છરી વડે ઇજા કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર ગોકુલ રેસીડન્સીમાં રહેતો નિકુંજ રમેશભાઇ વઘાસીયા (ઉ.વ.૨૪) (પટેલ) રાત્રે દોઢસો ફુટ રોડ પર તપોવન સ્કુલ પાસે હતો ત્યારે બે અજાણ્યા શખ્સો તેની પાસે આવી 'અહીં કેમ ઉભો છે' કહી ઝઘડો કરી છરી વડે પગ ેતથા મોઢા પર ઇજા કરી ભાગી ગયા હતા. બાદ  પટેલ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતા તાલુકા  પોલીસ મથકના પી.એસ.આઇ ડામોર ેનિકુંજ પટેલની ફરીયાદ પરથી બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(3:59 pm IST)