Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

રોટરી ડોલ્સ મ્યુઝીયમની ૧૪મી વર્ષગાંઠ નિમિતે ૨૨મીએ 'બેટી બચાવો રેલી'

૪ પડાવમાં અલગ અલગ સંદેશ પ્રસારીત થશેઃ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન

રાજકોટ તા.૧૪: અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી રોટરી ડોલ્સ મ્યુઝીયમ લીમકા બુક ઓફ રેકોર્ડસ, ગુજરાત ટુરીઝમમાં સ્થાન ધરાવે છે. આ વર્ષે રોટરી ડોલ્સ મ્યુઝીયમ તેના ૧૪ વર્ષ પૂરા કરી રહ્યું છે તે ઉપલક્ષ્માં બેટી બચાવો રેલીનું આયોજન કર્યુ છે

રેલી રવિવાર રરમી જુલાઇના જીલ્લા પંચાયત ચોક રેસકોર્ષથી સાંજે કલાકે શરૂ થશે અને સાંજે ૬-૩૦ કલાકે રોટરી ડોલ્સ મ્યુઝીયમ ખાતે પૂરી થશે. રેલીમાં ૪ પડાવ રાખવામાં આવ્યા છે. આ રેલીનું સ્ટેજ રેસકોર્ષ જીલ્લા પંચાયત ચોક રહેશે.

પહેલા પડાવમાં પિતા પોતાના ખભ્ભા પર દિકરીને બેસાડીને અથવા તેનો હાથ પકડીને ચાલશે, જે દેખાડે છે કે એક પિતા પોતાની દિકરીને સુરક્ષા કવચ પુરૂ પાડે છે. બીજા પડાવમાં માતા દિકરીનો હાથ પકડીને મોંઢામાં ચમચી-લીંબુ મુકીને ચાલશે, જે દેખાડે છે કે એક માત્ર માતા પોતાની દિકરીને જીવનમાં દરેક સંજોગોમાં બેલેન્સ કરતા શીખવે છે. ત્રીજા પડાવની અંદર બહેન અથવા ભાઇનો હાથ પકડીને બહેન ચાલશે, જે દેખાડે છે આપણે સુખ-દુઃખના ભાગીદાર છીએ.

ચોથા પડાવની અંદર દિકરી છત્રી લઇને ચાલશે અને સમગ્ર પરીવાર તેની છત્રછાયામાં ચાલશે, જે દેખાડશે કે દિકરી આખા પરીવારને એક સુત્રમાં બાંધી રાખે છે.

આ સમગ્ર કાર્યક્રમ પોલીસ બેન્ડની સાથે ઉજવવામાં આવશે. રેલીમાં ભાગ લેનાર દિકરીને ૪ ફ્રી કુપન આપવામાં આવશે પહેલું કુપન રેસકોર્ષ, જીલ્લા પંચાયત ચોકમાં રેલી શરૂ થતાં પહેલા આપવાનું રહેશે બીજુ કુપન ૪ સભ્યના પરિવારને ૨૨ જુલાઇના રોજ રોટરી ડોલ્સ મ્યુઝીયમની ફ્રી વિઝીટ માટેની ટીકીટ છે. ત્રીજુ કુપન દિકરી માટે રર જુલાઇના રોજ ફ્રી રાઇડ માટેનું છે. ચોથુ કુપન દિકરી જયારે ૨૨ જુલાઇના રોજ પૂરી કરી આવશે ત્યારે તેને રોટરી ડોલ્સ મ્યુઝીયમ પરથી ૨ નોટબુક ઇનામરૂપે મળશે.

રેલીમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન રોટરી ડોલ્સ મ્યુઝીયમ ડો.યાજ્ઞિક રોડ, હીરા-પન્ના કોમ્પલેક્ષની સામે તા.૧૪ થી તા.૨૨ સુધી થઇ શકશે. રજીસ્ટ્રેશન તદ્ન ફી છે આ બેટચી બચાવો અભિયાન સુરક્ષા સેતુ સોસાયટી અને રોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા યોજવામાં આવેલ છે.(૭.૧૬) 

(3:58 pm IST)