Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પત્નિને મેસેજ કરવાના પ્રશ્ને અપહરણ કરી મારકુટના ગુનામાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા.૧૪:  પત્નિનને મેસેજ કરવા બદલ હનુમાન મઢી ચોકમાં થયેલ અપહરણના ગુનાહમાં આરોપીઓનો જામીન પર છુટકારો કોર્ટ ફરમાવેલ છે.

ફરીયાદના કહેવા મુજબ બનાવની વિગત જોઇએ તો મુળ ફરીયાદી ધર્મેશભાઇ પ્રવિણભાઇ પરમાર મોબાઇલ રીપેરીંગને લગતુ કામકાજ તથા એરટેલ કંપનીમાં સેલ્મેનનું કામકાજ કરે છે.

ત્યારબાદ આ કામ ફરીયાદીને જણાવેલ કે '' તુ કેમ મારી પત્નિને મેસેજ કરેલ છે હવે તુ અમારી વત માની જા નહીતર તને વાડીએ લઇ જઇ ઉધોં લટકાવી દઇશુ'' તેવુ જણાવી કારમાં યુનીવર્સીટી રોડ પર ડીઝલ પુરાવી ફરીયાદીને મુંઢ માર મારી યુનીવર્સીટી ના ગેઇટ પાસે છોડી દીધેલ હતો, જેથી ફરીયાદીએ તા. ૨૭/૦૬/૨૦૧૮ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનએ જઇ આરોપીઓ વિરૂધ્ધ ફર્સ્ટ ભારતીય દંડ સહીતાની કલમ-૩૬૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટની કલમ-૧૩૫(૧)મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

બાબતે પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓને રાજકોટના જયુ.મેજી. સમક્ષ રજુ કરી ૧ દિવસની રીમાંડ મેળવેલ હતી. જે રીમાંડ પુરી થતા આરોપીઓએ રાજકોટના જયુ. મેજી. સમક્ષ જામીન મેળવવા અરજી કરેલ, જે જામની અરજી જયુ.મેજી.શ્રી એમ.જે. ગઢવીએ નામંજુર કરી આઠેય આરોપીઓને જીલ્લા જેલ હવાલે કરેલ હતા.

આ હુકમથી નારાજ થઇ દેવુભા ઉર્ફે દેવેન્દ્રસિંહ ગોહિલ વિગેરે આઠ આરોપીઓએ રાજકોટના સેસન્સ જજ શ્રી ટી.એસ.બ્રહમભટ્ટ સમક્ષ રેગ્યુલર જામીન અરજી કરેલ, જે સેસન્સ કોર્ટએ બન્ને પક્ષોની દલીલ સાંભળી આ કામના પ્રત્યેક આરોપીઓને શરતોને આધીન રકમ રૂ. ૨૦,૦૦૦/-ના જામીન પર મુકત કરેલ છે, આ કામે આરોપીઓ વતી એડવોકેટ શ્રી ધમેન્દ્રસિંહ પી. ઝાલા, કિરણભાઇ રૂપાયેલીયા, અજયભાઇ ચાંપાનેરી, નિરલ કે. રૂપાયેલી તથા પરેશભાઇ કુકાવા રોકાયેલ હતા.(૨૨.૧૪)

(3:57 pm IST)