Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

કાલે બદામ, જાસુદ દાડમનો રોપા રાહત દરે

ગુલાબ, મોગરો સહિતના ફુલ-છોડ-વેલાઓ રાહત દરે : ખરખોડીનો રોપ રૂ.૨૦: ઓર્ગેનિક - સ્વાદિષ્ટ પાવડર, સૂપ વગેરેનુ રાહત દરે વેચાણ

રાજકોટ તા.૧૪ નવરંગ નેચર કલબ - રાજકોટ દ્વારા કેશર કલમી આંબા, નાળીયેર , ખરખોડી, બદામ , જાસુદ, દાડમના રોપા રાહત દરે વિતરણ દેશી મુખવાસ વિવિધ જાતના લોખંડના વાસણો મળશે, વિવિધ જાતના ફળો રાહત દરે મળશે., વિવિધ જાતના શાકભાજી ખેડુતો સીધા વેચવા આવશે, વિવિધ જાતના ફુલછોડનું રાહતદરે વિતરણ, ઓર્ગેનિક મગ-૧ કિલોના રૂ. ૮૦ /- , હાથ વણાટના દરેક જાતના પાપડ વિવિધ જાતના માટીના વાસણો મળશે., લીલા નાળીયેર કિંમત રૂ. ૨૦/- , પુઠાના ચકલી ઘર : ચકલી ઘર રૂ. ૫/- , પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા : કિંમત રૂ. ૧૦ /-  રાહત દરે લીંબડા સાબુ , કલમી ફળાઉ રોપાઓ : કેશર કલમી આંબા રૂ. ૧૩૦/-  થી ૩૦૦/-  , નાળીયેર રૂ. ૬૦/-  , ગ્લેરી સીડીયા રૂ. ૧૦/- , ખરખોડી(જીવંતિકા) રૂ.૨૦ /-  , મધુબિંદુ  પપૈયા રૂ.૧૦/- , લીંબુ રૂ. ૬૦/-  , તુલસી રૂ. ૧૦/- , બદામ રૂ. ૨૦/-  જાસુદ રૂ.૨૦/- , દાડમ રૂ. ૨૦/-

 

ખરખોડી (જીવંતીકા) :

લુપ્ત થયેલ આ વનસ્પતી વર્ષો  પહેલા દરેક ખેતર વાડીએ હતી લોકો તેના પાંદડા , ફળો અને ફુલ ભરપુર ખાતા અને પુષ્કળ પ્રમાણમાં વીટામીન 'એ' મળતુ આ વનસ્પતી ફરીથી ગામે ગામ પહોચાડવામાં માટેના  આ અમારા  પ્રયત્નોમાં  આપ સહકાર આપશો.

દેશી બિયારણ :

 વિવિધ જાતના શાકભાજીના બીયારણો જેવા કે દુધી , રીંગણા , ચોળી સરગવો પપૈયા ગાજર પાલક પેકેટની કિંમત રૂ. ૧૦/-  દેશી બિયારણો ખતમ થતા જાય છે તેની જાળવણી થાય તે માટે  આપ આ બીયારણ  વાવી દેશી બીયારણને  બચાવવાની ઝુંબેશમાં સહયોગ આપશો.

સુર્યમુખીના બીજ :

સુર્યમુખી કોઇપણ ઋતુમાં અને કોઇપણ જમીનમાં વાવી શકાય છે. તેના ફુલ લાંબો સમય સુધી ટકે છે.  અને મધમાખીઓને  પુષ્કળ મધ મળી રહે છે. સુર્યમુખીના  પાક બીજ માંથી  સરસ મુખવાસ  બને છે. દરેક વાડીએ, ફળીયામાં સ્કુલ કોલેજોના મેદાનમાં અને કુંડામાં વવાય તે માટે સૌરાષ્ટ્ર વ્યાપી આજ ઝુંબેશમાં જોડાય  સુર્યમુખી વાવો તેવી વિનંતી . આ પેકેટના રૂ. ૧૦/- 

કપડાની થેલી :

લોકોને રોજગારી મળે અને પ્લાસ્ટીકનો વપરાશ બીલકુલ બંધ  થાય તે માટે સારા કપડામાંથી તૈયાર કરેલ થેલી રૂ.૫- અને ૨૦/-  અહીં વેચાય છે.  આની ખરીદી કરી આપ વિતરણ કરી પ્લાસ્ટીકનો વપરાશ બંધ થાય તે માટે સહયોગ આપવો એ આ સમયની જરૂરીયાત છે.

કપડાના બોરા અને કાપડના પાથરણા  રાહત દરે મળશે.

અગરબત્તીઓ :

ઘરબેઠા રોજગારીઓનુ નિર્માણ થાય તેવા હેતુથી આ ગાય આધારીત અગરબત્તીઓ બનાવી તેનુ વેચાણ કરવામાં આવે છે. આપ આ અગરબત્તીઓ  લઇ આડકતરી રીતે રોજગારી નિર્માણના યજ્ઞમાં સહકાર આપશો.

ફુલછોડ :

કાશ્મીરી ગુલાબ અને ઈંગ્લીશ ગુલાબ  (૧૫-જાતના રંગવાળા) ફુલોના ગુલાબના રોપા તથા મોગરો , મયુરપંખ રાતરાણી, કીસમસ ટ્રી, એકઝોરા, ક્રોટોન આ મ વિવિધ જાતના રોપાઓ બજાર કિંમતથી અડધી કિંમતે મળશે.

એલોવેરા જેલ :

એલોવેરા જ્યુસ સપ્તચુર્ણ રાહતદરે મળશે.- લીંબડા સાબુ તેમજ કોપરેલ સાબુ

મધ (પ્રવાહિ સોનુ) :

 અહી માત્ર  રૂ. ૨૪૦/-  ના કિલોના  હિસાબે વેચાણ થવાનુ છે. આ મધના સેવનથી વજન ઘટે છે. , લીવર - કીડનીનો ફાયદો કરે છે. ચરબી ઓછી કરે છે. , કબજીયાત દુર થાય છે.

હાથલા થોરના ફળમા઼થી બનાવેલ બોટલો બજારમાં રૂ.૨૦૦/-  ની મળે છે. અને અંદર કેમીકલ નાખેલુ હોય છે. જ્યારે આ બોટલમાં કેમીકલ બીલકુલ નાખેલ નથી,  પુરેપુરૂ કુદરતી છે અને રૂ. ૧૦૦/-  માં સરબતની બોટલનું વેચાણ થાય છે.

રાહત દરે વિતરણ :

(૧) આમળા પાવડર (૨)પંચામૃત પાવડર (૩) ઠંડાઇ પાવડર (દુધ સાથે લેવુ) (૪) ફુદીના પાવડર (૫) લેમન હરબલ ટી પાવડર (૬) લીંબુ પાવડર (૭) ગુલાબ પાવડર(દુધ સાથે લેવુ) (૮) કાચી કેરીનો પાવડર (૯) લી઼બુ જીંજર પાવડર આ પાવડરો ૧૦૦% ઓર્ગેનિક છે અને પ્રવાસમાં આ પાવડરો ખુબ જ કામ આવે છે. અને તાત્કાલીક સરબત બનાવી શકાય છે.  અને સ્ફુર્તિ  મળે છે. અને આ ખેત પેદાશમાં તૈયાર થયેલી વસ્તુ હોય આ વસ્તુઓ  વાપરવાથી ખેડુતોને  આડકતરી રોજગારી મળતી હોય છે.  એક નાનુ પેકેટ રૂ.૧૩/-  માં મળતુ હોય છે. અને એક  બોક્ષમાં ૧૦-પેકેટ આવતા હોય છે. 

સુપ :

પાણી ઉકાળી તેમા પાવડર ભેળવવો એક કપમાં અડધી ચમચીના હિસાબે.

૧. પાલક સુપ, કારેલા સુપ, મકાઇ સુપ , ટામેટા સુપ :  ભુખ લગાડે, શકિત વધારે, લોહિ શુદ્ધ કરે ,  વિટામીન - સી મળે છે. સુપના પાવડરો ૧ પેકેટના રૂ. ૪૫/-  લેખે મળશે.  બધાજ સુપો ૧૦૦/-  નેચરલ છે, દરેક સુપના પાવડરમાં કલર, ફલેવર કે કેમીકલનો ઉપયોગ કરેલ નથી.

નવા સ્થળે..

કોર્પોરેશનનુ મેદાન , ૧૫૦ ફુટ રીંગ રોડ , અમીન  માર્ગ  ખુણો , જેડ બ્લ્યુની - શોરૂમની સામે , રાજકોટ ખાતે કાર્યક્રમ દર રવિવાર રાજકોટ, સમય સવારે ૯-૦૦ થી ૧-૦૦ દરમિયાન યોજાશે. વધારે વિગતો માટે વી.ડી. બાલા  મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ સંપર્ક થઇ શકે છે. (૧૭.૧૦)

(2:53 pm IST)