Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

વિજયભાઈ આજથી બે દિવસ રાજકોટમાં

રાજકોટ તા.૧૪: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે સાંજે ૫-૪૫ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોચશે અને સાંજે ૬ કલાકે શ્રી અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમ ખાતે કચ્છી સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૭ કલાકે રામાપીર મંદિર વાલ્મીકી વાડી આવાસના કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રે ૭-૪૫ કલાકે આત્મીય કોલેજમાં ૬૯-વિધાનસભા બેઠકની સીટ મીટીંગમાં હાજરી આપશે અને રાત્રી રોકાણ સર્કીટ હાઉસ કરશે.

આવતીકાલે રવિવારે તા. ૧૫ના રોજ સવારે ૯-૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી બી-ડીવીઝન પોલીસ સ્ટેશન (પેડક રોડ)ના કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૯-૪૫ કલાકે અટલ બિહારી બાજપાઇ ઓડીટોરીયમમાં આયોજીત સ્માર્ટ સીટીના કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૧ કલાકે સંત પૂ.નમ્રમુનિના ચાતુર્માસ કાર્યક્રમમાં ઓમાનવાલા ઉપાશ્રય ( ૨, રોયલપાર્ક, કાલાવડ રોડ) ઉપસ્થિત રહેશે.

બપોરે ૧૨ કલાકે મુખ્યમંત્રીશ્રી અબતક ન્યુઝ આયોજીત કાર્યક્રમમાં પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ(રૈયારોડ) ખાતે ઉપસ્થિત રહેશે. બપોરે ૩-૩૦ કલાકે શ્રીમોહનદાસ ગાંધી વિદ્યાલયના મ્યુઝિયમની મુલાકાત લેશે. સાંજે ૪-૪૫ કલાકે અમૃત પાર્ટી પ્લોટ (કુવાડવા રોડ)માં મહાનગરપાલીકા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે અને સાંજે ૬ કલાકે રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.(૩૭.૬)

(1:56 pm IST)