Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી રિક્ષા ચોરવાની કોશિષ કરતો શખ્સ દબોચાયો

સિકયુરીટીએ પકડીને પોલીસને સોંપતા પુછતાછ હાથ ધરાઇ

રાજકોટ તા. ૧૪: સિવિલ હોસ્પિટલમાં સિકયુરીટી દ્વારા છેલ્લા બે મહિનાથી સતત વોચ રાખીને ગઠીયાઓ, તસ્કરો, ખિસ્સાકાતરૂઓને પકડવામાં આવી રહ્યા છે. અગાઉ મોબાઇલ તફડાવનારા અને ખિસ્સા કાપનારાઓને પકડી લેવાયા હતાં. દરમિયાન ગત રાત્રે રિક્ષા ચોરવાની કોશિષ કરતો શખ્સ રંગેહાથ દબોચાઇ જતાં પોલીસને સોંપાયો છે.

સિકયુરીટી એજન્સી દ્વારા હોસ્પિટલ કમ્પાઉન્ડમાં થતી વાહન ચોરીના બનાવોને અટકાવવા સતત વોચ રાખવામાં આવી હતી. દરમિયાન વોર્ડ નં. ૧૦ સામેના પાર્કિંગમાં હોસ્પિટલના જ કાયમી કર્મચારી જયેશભાઇએ પોતાની રિક્ષા પાર્ક કરી હોઇ તેની ચોરી કરવાનો પ્રયાસ એક શખ્સે કરતાં સિકયુરીટી ગાર્ડએ તેને ઝડપી લીધો હતો. આ શખ્સે પોતાનું નામ અનિલ જણાવ્યું હતું. થોરાળા વિસ્તારના આ શખ્સને પોલીસને સોંપવામાં આવતાં તેની વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે.

(12:42 pm IST)