Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

શહેરનાં ર૭૧ એકમોને ૩ કરોડનો વેરો માફ

કોરોનાં કાળમાં હોટલ-રેસ્ટોરા-જીમ-સિનેમાઓને વેરા રાહત : ૧પ૮ હોટલો, ૮૪ રેસ્ટોરન્ટને, ર એમ્યુઝમેન્ટ અને વોટર પાર્ક ર૩ સિનેમા-મલ્ટીપ્લેકસ, ર૦ જીમ્નેશ્યમ વગેરેને મીલ્કત વેરામાં રાહત આપતી મ.ન.પા.

રાજકોટ તા. ૧૪: રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધેલા મહત્વપૂર્ણ નિર્ણય બાદ શહેરમાં આવેલી હોટલો, રેસ્ટોરાં અને રીસોર્ટ મળીને અંદાજે કુલ ૨૭૧થી વધુ મિલકતોને વર્ષ ૨૦૨૧-રરના વર્ષનો કુલ મળી ૩.૦૧ કરોડનો વેરો મ.ન.પા.એ માફ કરી દીધો છે.

 

કોરોનાકાળ દરમિયાન ધંધા-રોજગાર પર માઠી અસર પડી હતી. જેને ધ્યાને રાખીને રાજયના મુખ્યમંત્રીએ હોટલ, રેસ્ટોરાં, રિસોર્ટ અને વોટર પાર્કને વર્ષ ર૦ર૧-રરના મિલકત વેરામાંથી મુકિત આપવાનો નિર્ણય લીધો હતો.  આવેલી ૧પ૮ હોટલોને ર.૦૬ કરોડ, ૮૪ રેસ્ટોરન્ટને ૩ર લાખ, ર-વોટર પાર્ક - એમ્યુઝમેન્ટ પાર્કને ૭ લાખ, ૪ સિનેમા ઘરોને ૪ લાખ, ૩ મલ્ટીપ્લેકસને ૪૩ લાખ અને ર૦ જીમ્નેશ્યમને ૯ લાખ એમ કુલ ર૭૧ એકમોને કુલ ૩.૦૧ કરોડનો વેરો માફ કરાયો હોવાનું સત્તાવાર જાહેર થયું છે.

(5:39 pm IST)