Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજકોટમાં આજે ૨ મોતઃ નવા માત્ર ૫ કેસ

હાલમાં ૬૯૧ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૪૨,૫૨૦ થયોઃ આજ દિન સુધીમાં ૪૧,૬૫૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૯૭.૯૬ ટકા થયો

રાજકોટ તા. ૧૪: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન૨ નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં  માત્ર ૫  કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૩નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૪નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં  ૫૫૯૯  બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૫ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૫૨૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૧૦૦૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૨  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૨૦  ટકા થયો  હતો. જયારે ૧૬ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૧,૬૭,૪૬૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૫૨૦  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૬૪ ટકા થયો છે. જયારે રિકવરી રેટ ૯૭.૯૬ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૬૯૧  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:24 pm IST)