Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

રાજકોટમાં દેશનું પહેલું એવિએશન પાર્ક બનશે : તૈયારીઓ અંતિમ તબક્કામાં

ફ્લાઈટ સિમ્યુલેટર, એરોસ્પેસ, મેનેજમેન્ટ સ્કૂલ, એરક્રુ ટ્રેનિંગ પણ એવિએશન પાર્કમાં હોય તેવી સંભાવના

રાજકોટ ખાતે દેશનું પહેલું એવિએશન પાર્ક બનવા જઈ રહ્યુ છે. એવિએશન પાર્ક બનાવવા માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.આ દેશનું પહેલું એવિએશન પાર્ક હશે, જે રાજકોટમાં બનશે. ઉલ્લેખનીય છે કે પહેલા એવિએશન પાર્ક માટે બગોદરાનું નામ ચર્ચામાં હતુ.

એવિએશન પાર્કમાં એવિએશનને લગતી તમામ સુવિધાઓ હશે. એરોસ્પેસ ટ્રેનિંગ, રીસર્ચ, મેન્યુફેકચરિંગ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન સાબિત થશે. ફ્લાઈટ સિમ્યુલેટર, એરોસ્પેસ, મેનેજમેન્ટ સ્કૂલ, એરક્રુ ટ્રેનિંગ પણ આ એવિએશન પાર્કમાં હોય તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે એર-શો માટે પણ જગ્યા એવિએશન પાર્કમાં અપાશે. સૌથી મહત્વપૂ્ર્ણ વાત એ છે કે આ એવિશન પાર્ક થકી એરોસ્પેસ અને એવિઓનિક્સ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળશે.

 

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે એવિએશન પાર્ક બનાવવાના કામની ગતિમાં ઘટાડો થયો હતો. પરંતુ હવે ટૂંક સમયમાં એવિએશન પાર્કના આયોજન માટેની પ્રક્રિયા શરુ કરશે.

 

એરોનોટિક્સ તેમજ એવિએશનમાં રસ ધરાવતા અને આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીમાં એવિએશન તેમજ એરોનોટિક્સના કોર્સ શરુ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે આ કોર્સ આગામી શૈક્ષણિક સત્રથી શરુ કરવામાં આવશે.

આ ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ એમ.ટેક. ડિપ્લોમાં અને સર્ટિફિકેટ કોર્સ કરી શકશે. એરફોર્સના અધિકારીઓ દ્વારા માસ્ટર કોર્સ અને અને 5 વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સમાં વિદ્યાર્થીઓને ભણાવાશે. આપને જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી છે, જેમાં આ પ્રકારનો કોર્સ શરુ કરવામાં આવ્યો છે. કોર્સમાં પ્રવેશ લેવા માટે એન્ટ્રસ એક્ઝામ લેવામાં આવશે.

(8:48 pm IST)