Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

પુનિતનગર પાસેથી જીજ્ઞેશ ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ, તા. ૧૪ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.બી. ધાંધલ્યા, હેડ કોન્સ. રાજેશભાઇ બાળા, સામતભાઇ ગઢવી, અભિજીતસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, વિરદેવસિંહ, ડાયાભાઇ, રઘુવીરસિંહ, સિદ્ધરાજસિંહ અને ઇન્દ્રજીતસિંહ સહિત પેટ્રોલીંગ હતા ત્યારે અભિજીતસિંહ, ડાયાભાઇ અને વિરદેવસિંહને મળેલી બાતમીના આધારે ૧પ૦ ફુટ રીંગ રોડ પુનિતનગર પાણીના ટાંકા પાસેથી જીજ્ઞેશ ગોવિંદભાઇ વાઘડીયા (ઉ.વ.૪૦) (રહે. વેરાડ તા. ભાણવડ, હાલ શાપર વેરાવળ)ને ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો હતો.

(3:54 pm IST)