Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

ઉદય કાનગડે ૮.૩૮ અબજના વિકાસકામોને લીલીઝંડી આપી

સ્ટેન્ડીંગ ચેરમેનની ૧ વર્ષની કામગીરીનાં લેખાજોખા

રાજકોટ, તા., ૧૪: સ્માર્ટ સિટી રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડની વરણીને એક વર્ષ પૂર્ણ કરેલ છે. ત્યારે તેઓને જયાં માનવી, ત્યાં સુવિધાના અભિગમ સાથે શહેરીજનોને પાયાની સેવાઓ અને સુવિધાઓ જેવી કે, પીવાનું પાણી, ભૂગર્ભ ગટર, રસ્તા, સફાઈ, સ્ટ્રીટ લાઈટ, જાહેર સ્વાસ્થ્ય સહિતની સેવાઓ નિયમિતપણે મળે તે માટે ગંભીરતાથી પ્રયત્નો કર્યા છે અને કુલ ૮.૩૮ અબજનાં વિવિધ વિકાસકામો મંજુર કર્યા છે.

 ઉદય કાનગડે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકેની પોતાની વરણી થયાના થોડા જ સમયમાં વિગતો જાણી કે, શહેરીજનો તરફથી રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટર(ફોન નં.૨૪૫૦૦૭૭)માં પોતાના વિસ્તારને લગત-દબાણો હટાવવા, સફાઈ કરાવવા, ગંદકી હટાવવા, સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ, પેચ વર્ક, રખડતા ઢોર પકડવા, ગેરકાયદે બાંધકામો વિ. સહિતની જુદી જુદી ફરિયાદો કરવામાં આવતી હોય છે. જે ફરિયાદોનો નિકાલ કરવામાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા સમય વ્યતીત થતો હતો. જેથી આ પ્રકારની ફરિયાદો  પરત્વે, અંગત લક્ષ આપી, પૂરતું મોનિટરિંગ કરી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડે રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓની મીટીંગ બોલાવી, શહેરીજનો દ્વારા કોલ સેન્ટરમાં નોંધાવવામાં આવતી ફરિયાદોને પ્રાથમિકતા આપી, આ ફરિયાદોનો સત્વરે નિકાલ કર્યા બદલ ઉપરી અધિકારીઓને તે અંગેની જાણ કરવા સુચના આપેલ. જેનો રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. પરિણામ સ્વરૂપે કોલ સેન્ટરમાં પેન્ડીંગ ફરિયાદોનું પ્રમાણ ઘણું ઘટવા પામ્યું છે.

શ્રી કાનગડે છેલ્લા ૧ વર્ષનાં કાર્યકાળમાં મંજુર થયેલ વિકાસની વિગત આ મુજબ છે. ડ્રેનેજ સ્ટોર્મ વોટર લાઈન  ૮,૪૦,૨૭,૩૨૫/-,  ડ્રેનેજ હાઉસ કનેકશન ચેમ્બર  ૨૧,૭૦,૫૬,૪૩૮/- , બોકસ ગટર         ૫૨,૫૩,૬૦૫/-, કોમ્યુનિટી હોલ   ૧૭,૬૬,૧૪,૧૪૯/-, સફાઈ કામગીરી  ૬૦,૩૨,૯૨૬/-, હોકર્સ ઝોન  ૧,૦૨,૨૭,૨૬૦/-,  ટી.પી. રોડ ડેવલપ  ૩,૪૧,૨૯,૬૪૪/-, વૃક્ષારોપણ ૫૭,૯૩,૭૨૫/-, વોકળા ઉપર સી.સી. કામ ૫૨,૯૨,૦૦૦/-, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૨૪,૭૨,૭૮,૦૮૦/-, પાણીના પમ્પિંગ સ્ટેશન  ૩૨,૬૧,૭૪૦/-, સુએજ પાઈપલાઈન ૨૬,૬૪,૬૦૦/-, રીટેઈનીંગ વોલ      ૬૯,૩૨,૩૮૪/-, નવી વોર્ડ ઓફીસ ૧,૧૮,૬૭,૩૫૮/-, ફૂટપાથ, UTI   ડકટ સ્ટોર્મ વોટર ડ્રેનેજ ૧,૦૮,૧૫,૬૭૫/-, બોકસ કલ્વર્ટ         ૨૬,૫૬,૩૯૦/-, સ્લેબ કલ્વર્ટ ૨,૩૭,૧૫,૬૯૮/-,  વોટરવર્કસ કામ રૂ.૧,૨૦,૪૯,૧૩,૭૩૫/-, રેલ્વે અન્ડરબ્રિજ      રૂ.૨૨,૮૯,૫૯,૪૪૯/-, રોશની વિભાગ રૂ.૧,૬૭,૮૭,૧૨૭/-,  પેવિંગ બ્લોક         રૂ.૧૧,૨૭,૧૬,૦૩૮/-, રોડ ડીવાઈડર રૂ.૮૮,૨૯,૫૫૯/-,  કમ્પાઉન્ડ વોલ    રૂ.૩,૩૧,૨૨,૩૫૮/-, રસ્તા કામ/પેવર કામ    રૂ.૪૧,૫૦,૫૪,૮૧૮/-, સુએજ પમ્પિંગ સ્ટેશન રૂ.૫૬,૩૫,૮૫,૫૮૭/-, સી.સી. રોડ રૂ.૩૭,૮૫,૭૦,૨૨૫/-, ભૂગર્ભ ગટર રૂ.૨૫,૧૮,૩૭,૬૧૯/-,  મેશનરી કામ રૂ.૬,૭૪,૭૯,૮૫૭/-, મેટલીંગ કામ રૂ.૫,૩૪,૫૦,૮૦૦/-, ડી.આઈ. પાઇપલાઇન રૂ.૧૩,૧૯,૦૦,૨૦૩/-, સ્વિમિંગપુલ રૂ.૩૬,૧૯,૧૨૨/-, આજી નદી રૂ.૧૦,૨૧,૭૦,૦૨૦/-,  આવાસ યોજના રૂ.૩,૭૨,૧૩,૨૧,૪૨૦/-, સાયકલ ટ્રેક અને ફૂટપાથ રૂ.૫,૮૦,૯૮,૯૩૪/-, લાયબ્રેરી    રૂ.૬,૭૧,૨૭,૮૦૦/-, મહાત્મા ગાંધી મ્યુઝિયમ રૂ.૧૦,૮૬,૦૭,૪૭૩/- આ તમામ મળી  કુલ રૂ.૮,૩૮,૧૭,૭૧,૧૪૧/-ના વિકાસકામોને ઉદયભાઇએ મંજુરી આપી છે.

(3:41 pm IST)