Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

કાલના જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા કોંગ્રેસની માંગ

રાજકોટ તા.૧૪ : આવતીકાલે મળનાર જનરલ બોર્ડમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા અંગે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ મેયર ડો.જૈમન ઉપાધ્યાયને રજુઆત કરી છ.ે

આ રજુઆતમાં તેઓએ જણાવ્યું હતંુ કે વિષય સંદર્ભ અનુસંધાનમાં તા૧પ જુન ઘણા લાંબા સમયથી પ્રેક્ષક ગેલેરીને અલીગઢી તાળા મારી અને પ્રજાજનોને પ્રવેશ બંધી લાદી છે. તે પ્રવેશ બંધી હટાવી પ્રજાજનોને  રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભાની કામગીરી નિહાળવા માટે આ પ્રેક્ષક ગેલેરી ખોલવાની કોંગ્રેસ દ્વારા વખતો વખત લેખિત અને મૌખિક રજુઆતો કરવામાં આવી છ.ેત્યારે આવતીકાલે અને હવે  પછીના નવા મેયરને પણ સુચના આપી પ્રેક્ષક ગેલેરીના અલીગઢી તાળા ખોલી રાજકોટની જનતાને પ્રવેશ કરવા દેવા માંગ છે.(૬.૨૪)

(4:33 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST